Breaking News : રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 3 કલાક માટે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં મધ્યમ વરસાદની તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Rain forecast : હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યમાં આગામી 3 કલાક માટે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં મધ્યમ વરસાદની તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો Rain Updates: રાજ્યના 85 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ અને ગાંધીનગર સહિત અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 22, 2023 08:21 AM