Breaking News : ભાવનગર બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! ચાર સિનિયરે ટોર્ચર કરતા નોંધાઈ ફરિયાદ

| Edited By: | Updated on: Aug 24, 2026 | 1:23 PM

સગીરને બાથરૂમની લાઈટ બંધ કરીને ડરાવવામાં આવતો હતો. સતત ત્રાસના કારણે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી હોવાનું પરિવારનું કહેવું છે. વાલીના દાવા મુજબ, પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે વિદ્યાર્થી ભયના કારણે રાત્રે ડાયપર પહેરીને સૂવા માટે મજબૂર બન્યો હતો.

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી સાથે રેગિંગ અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ ધોરણ-12ના ચાર વિદ્યાર્થીઓ સામે રેગિંગ અને હેરાનગતિની ફરિયાદ કરી છે.

હવે શાળામાં વિદ્યાર્થી સાથે રેગિંગનો મામલો આવ્યો સામે

વાલીના આક્ષેપ મુજબ, હોસ્ટેલમાં રહેતા સિનિયર વિદ્યાર્થીઓ સગીર વિદ્યાર્થી પાસે પરાણે માથું દબાવડાવતા, માલિશ કરાવતા તેમજ હોસ્ટેલના નાના-મોટા કામ કરાવતા હતા. આ ઉપરાંત તેને કથિત રીતે ધમકાવીને સિગારેટ મોંમાં રાખવા અને નાકમાંથી ધુમાડો કાઢવા માટે મજબૂર કરવામાં આવતો હતો. વિદ્યાર્થી ઈનકાર કરે તો CCTV ન હોય તેવી જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવતો હોવાનો પણ આરોપ છે.

ધોરણ 12 વિદ્યાર્થીઓએ કર્યું રેગિંગ

વાલીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સગીરને બાથરૂમની લાઈટ બંધ કરીને ડરાવવામાં આવતો હતો. સતત ત્રાસના કારણે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી હોવાનું પરિવારનું કહેવું છે. વાલીના દાવા મુજબ, પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે વિદ્યાર્થી ભયના કારણે રાત્રે ડાયપર પહેરીને સૂવા માટે મજબૂર બન્યો હતો.

પરિવારે પોલીસમાં ફરિયાદ કરી

પરિવારનો આક્ષેપ છે કે સમગ્ર મામલે સૌપ્રથમ હોસ્ટેલ સંચાલકોને જાણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં વાલીએ નિલમબાગ પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે. વાલીએ રેગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ વિદ્યાર્થી સાથે આવી ઘટના ન બને.

ખબર પડી કે દારૂ પીવાથી મોત થાય છે, તો બુટલેગર જ 4 બોટલ ગટગટાવી ગયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Aug 24, 2026 01:00 PM
Follow Us
Loading...
Unable to load recommendations.