Breaking News: પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ, વાંધાજનક ટિપ્પણી બદલ ફરિયાદ નોંધાઇ, જુઓ Video

| Edited By: | Updated on: May 11, 2026 | 10:58 AM

પોરબંદર જિલ્લામાં રાજકીય વિવાદને લઈને સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દેશના વડાપ્રધાન Narendra Modiના ગુજરાત પ્રવાસ દરમિયાન સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે.

માહિતી મુજબ, 11 મેના રોજ સોમનાથ સાનિધ્યમાં યોજાનારી સભાને લઈ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથા ભૂરા ઓડેદરાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને ભાજપના જિલ્લા મહામંત્રી પ્રવીણ ખોરવાએ આક્ષેપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપના જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ખોરવાએ આ મામલે Cyber Crime Police Stationમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથા ભૂરા ઓડેદરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતાં જ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને સોશિયલ મીડિયા પોસ્ટ તથા તેની સામગ્રીની વિગતવાર તપાસ હાથ ધરી છે.આ ઘટનાને પગલે જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષો વચ્ચે ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

આ પણ વાંચો- Breaking News : ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5ના મોત, 4 ઈજાગ્રસ્ત જુઓ Video

Follow Us