Valsad : વલસાડના વાપીના મોરાઈમાં નિર્માણાધીન બ્રિજનો બિમ ધરાશાયી થયો છે. બિમ સાથે બ્રિજનો સ્લેબ નીચે પડતા ભાગદોડ મચી છે. મળતી માહિતી અનુસાર સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોરાઈ ખાતે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની રહ્યો હતો. બ્રિજનું કામ બંધ હતુ ત્યારે સ્લેબ સાથે એક સાઈડનો બિમ પડ્યો હતો.
આ પણ વાંચો : Valsad : દારુબંધીના જાહેરમાં ધજાગરા, યુવકે કેક ઉપર બિયરના ટીન અને દારૂની બોટલ મૂકી જન્મદિવસની ઉજવણી કરી, જૂઓ Video
તો બીજી તરફ તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. તાપીના વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો હતો. લોકાર્પણ પહેલા જ પુલ તૂટી પડતા (Bridge collapse) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ હતી. આ સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થયા હતા.