Breaking News : ઉત્તરાર્ધ મહોત્સવમાં નેતાઓનો દેશી રંગ, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ- રાજ્યસભાના સાંસદે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મંત્રી ઋષિકેશ પટેલ સાથે ધારાસભ્ય મુકેશ પટેલ, સાંસદ મયંક નાયક, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નટુજી ઠાકોર તેમજ ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાણીપુરીનો સ્વાદ લીધો હતો. નેતાઓ પાણીપુરીના સ્ટોલ પર ઊભા રહી હસતાં-મજાક કરતાં જોવા મળ્યા હતા.
મહેસાણાના મોઢેરામાં આયોજિત ઉત્તરાર્ધ મહોત્સવ દરમિયાન રાજકીય માહોલથી અલગ એક રસપ્રદ અને આત્મીય દ્રશ્ય જોવા મળ્યું. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહોત્સવ સ્થળે આવેલા પાણીપુરીના સ્ટોલ પર જઈ ચટાકેદાર પાણીપુરીની લિજ્જત માણી હતી. સામાન્ય રીતે ગંભીર અને વ્યસ્ત કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા નેતાઓનો આ દેશી અંદાજ કલારસિકો અને ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
પાણીપુરીનો સ્વાદ માણ્યો
મંત્રી ઋષિકેશ પટેલ સાથે ધારાસભ્ય મુકેશ પટેલ, સાંસદ મયંક નાયક, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નટુજી ઠાકોર તેમજ ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાણીપુરીનો સ્વાદ લીધો હતો. નેતાઓ પાણીપુરીના સ્ટોલ પર ઊભા રહી હસતાં-મજાક કરતાં જોવા મળ્યા, જેને કારણે મહોત્સવનું વાતાવરણ વધુ ઉલ્લાસભર્યું બની ગયું હતું.
ઉત્તરાર્ધ મહોત્સવ કલા અને સંસ્કૃતિનો ઉત્સવ હોવા સાથે સાથે લોકજીવનની સાદગી અને સંસ્કૃતિને પણ ઉજાગર કરતો જોવા મળ્યો. નેતાઓનો આ સરળ અને સામાન્ય જનતા સાથે જોડાયેલો અંદાજ મહોત્સવમાં ઉપસ્થિત લોકોએ વખાણ્યો હતો. રાજકારણની બહાર આવી નેતાઓએ દેશી સ્વાદનો આનંદ માણ્યો, જે ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.