Breaking News : મહેસાણા એક જ પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યા,જુઓ Video
મહેસાણાના એક જ પરિવારના 3 લોકોએ જીવન ટુંકાવ્યું છે. કલોલના પિયજ નજીક કેનાલમાં કુદીને આત્મહત્યા કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રજાપતિ સંગીતાબેન ગોરધનભાઈ, તેમની પુત્રી નેહા અને નેહાની 2 વર્ષની દીકરીએ જીવન ટૂંકાવ્યું છે.
જાણે આત્મહત્યા કરવી એ સાવ સામાન્ય વાત હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે, લોકો કોઈનું ખોટું લાગવું, કોઈ તણાવ કે પછી અન્ય કારણોસર આત્મહત્યા કરે છે. આત્મહત્યાને સાચો રસ્તો માને છે. ત્યારે આજે મહેસાણામાંથી એક હચમચાવી નાંખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક જ પરિવારના 3 સભ્યોએ આત્મહત્યા કરી છે. મહેસાણાની માતા દીકરી અને બાળકીએ આત્મહત્યા કરી હોય તેવી ઘટના સામે આવી છે. કલોલના પિયજ નજીક કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી. તળેટી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત કર્યો છે.
ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી
પ્રજાપતિ સંગીતાબેન ગોરધનભાઈ, તેમની પુત્રી નેહા અને નેહાની 2 વર્ષની દીકરીએ જીવન ટૂંકાવ્યું છે. આજે સવારે ત્રણેય મૃતકોનીના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા છે.મૃતક નેહાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ચોંકાવનારા ખુલાસા પણ જોવા મળ્યા છે. પોસ્ટ મુજબ, ભાભીના માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાની વાતો સામે આવી છે. ભાભીએ ભાઈને માતા-બહેન વિરુદ્ધ કરી દીધા હોવાનો અને સાસુને પણ ચડાવ્યા હોવાનો ઉલ્લેખ છે.આત્મહત્યા પાછળ દીપક, અજય મામા કે ગોરધનભાઈનો કોઈ વાંક ન હોવાની સ્પષ્ટતા કરી છે. કલોલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.