Breaking News : AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા

| Updated on: Apr 30, 2026 | 1:27 PM

AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી કરવામાં આવેલા ચોંકાવનારા સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. આરોપીઓએ એક વેપારીના ફોટાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવ્યો અને આધારકાર્ડના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં પ્રવેશ મેળવી લોન દ્વારા રૂપિયા પડાવતો હતા.

શહેરમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી કરવામાં આવેલા ચોંકાવનારા સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. આરોપીઓએ એક વેપારીના ફોટાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવ્યો અને આધારકાર્ડના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં પ્રવેશ મેળવી લોન દ્વારા રૂપિયા પડાવતો હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે.

બાયોમેટ્રિકના આધારે દસ્તાવેજોમાં ફેરફાર કરતા

પકડાયેલા આરોપીઓમાં આણંદના કનુ પરમાર, ભરૂચના આશિષ વાળંદ, મોહમ્મદ કેફ અને મૂળ ઉત્તર પ્રદેશના તથા હાલ અમદાવાદમાં રહેતા દીપ ગુપ્તાનો સમાવેશ થાય છે. આરોપીઓ વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા મેળવી ફરિયાદીના આધારકાર્ડમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખતા હતા. ત્યારબાદ DG લોકર અને બેન્કિંગ સિસ્ટમમાં OTP, બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતીના આધારે લોગ-ઈન કરી દસ્તાવેજોમાં ફેરફાર કરતા હતા.

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મેળવી લોનના પૈસા પડાવતા

પોલીસની તપાસ મુજબ, કનુ પરમાર આણંદના CHC સેન્ટરમાં આધારકાર્ડ સંબંધિત કામગીરી કરતો હતો અને તે આધાર કીટ આશિષ વાળંદને આપતો હતો. આશિષ આ કીટ મોહમ્મદ કેફને આપતો, જે ફરિયાદીના આધારકાર્ડમાં ફેરફાર કરી DG લોકરમાંથી દસ્તાવેજો મેળવતો હતો. ત્યારબાદ દીપ ગુપ્તા AIની મદદથી ફરિયાદીના ફોટાને બ્લિંકિંગ વીડિયો બનાવી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરતો હતો, જેના આધારે લોન મેળવી ઠગાઈ કરવામાં આવતી હતી.

જેલ ભેગા કરાયા આરોપીઓ

પોલીસે જણાવ્યું કે આરોપીઓ આ પ્રકારની ઠગાઈ અનેક વખત કરી ચૂક્યા છે. હાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને જેલહવાલે કર્યા છે. સાથે જ સરકાર અને સંબંધિત એજન્સીઓને આધાર કાર્ડ એપ્લિકેશનમાં રહેલી ખામીઓ અંગે જાણ કરી સુધારાના સૂચનો પણ આપવામાં આવ્યા છે.

Breaking News : ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM મોદી વડોદરા આવશે, સરદારધામ છાત્રાલયનું કરશે લોકાર્પણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us