બગદાણા વિવાદને અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોળી સમાજના યુવાન પર થયેલા હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.બગદાણાના નવનીત બાલધીયાને મારવામાં આવેલા માર મામલે SITની ટીમ દ્વારા છેલ્લા 16 દિવસથી તપાસ કરવામાં આવી રહી છે. રામભાઈ વાળા અને ચેતન સોની નામના વ્યક્તિઓને SITની ટીમે નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે.રામભાઈ વાળા નામના વ્યક્તિને જયરાજ આહીરએ ફોન કરી નવનીત બાલધીયાની માહિતી માંગી હતી.
આ ઉપરાંત મહુવાના ચેતન સોની નામના વ્યક્તિને પણ પોલીસે નિવેદન નોંધવા બોલાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા ભોગ બનનાર નવનીત બાલધીયાએ SIT પાસે 15 જેટલા પુરાવાઓ આપ્યા હતા. જે પુરાવામાં રામભાઈ વાળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.સુત્રોના જણાવ્યા મુજબ જયરાજ આહીરને SIT સમક્ષ હાજર થવા ફરમાન છે.જયરાજ આહીર માયાભાઈ આહીરના પુત્ર છે. જયરાજ આહીરને સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન છે.
આ હુમલા કેસના ફરિયાદી નવનીત બાલધિયાએ જયરાજ સામે આરોપ લગાવ્યા છે.જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. SIT નવનીત બાલધિયા હુમલા કેસમાં તપાસ કરી રહી છે.
29 ડિસેમ્બરના રોજ કેટલાક ઈસમો દ્વારા લાકડીઓ વડે બગદાણાના કોળી સમાજના પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર હુમલો કર્યો હતો.જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ ઘટના મામલે નવનીત બાલધીયાએ SIT સામે આરોપી જયરાજ આહીર સામે પુરાવાઓ રજૂ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.
Published On - 2:56 pm, Wed, 21 January 26