Breaking News: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી, અનેક અંડરપાસ બંધ, જુઓ-Video

| Updated on: Jul 23, 2026 | 11:58 AM

ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી !

ખાસ કરીને એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. પાણી ભરાવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેના કારણે ઓફિસ અને નોકરી-ધંધા પર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરના તમામ વિસ્તારોમાં વરસ્યો વરસાદ

શહેરના બોડકદેવ, શિવરંજની, એસજી હાઈવે, જોધપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં દૈનિક જનજીવન પર અસર જોવા મળી રહી છે.

SG Highway પર ભરાયા પાણી

વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને નાગરિકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા માર્ગો પર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ શહેરમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

અનેક અંડરપાસ કરાયા બંધ

અમદાવાદમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે અનેક અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સવારે 10:55 વાગ્યે પરિમલ અંડરપાસ, 11:03 વાગ્યે ઉસ્માનપુરા અંડરપાસ અને 11:35 વાગ્યે નિરણયનગર અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

Rain Breaking : ડાંગ જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી ! 14 ઈંચથી વધુ વરસાદથી જનજીવન ઠપ, 47 રસ્તા બંધ, આ સ્ટોરી વાંચવા અહી ક્લિક કરો 

Follow Us