Breaking News : કારેલીબાગમાં બાળભવન પાસે ઝાડીઓમાં લાગી આગ, આગનો ધુમાડો વ્યાપક બનતા લોકોમાં ભાગદોડ મચી

| Edited By: | Updated on: May 10, 2023 | 7:05 PM

Vadodara : કારેલીબાગમાં બાળભવન પાસે ઝાડીઓમાં આગની ઘટના બની છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ ઝાડીઓમાં આગ લાગતાં આગનો ધુમાડો વ્યાપક બનતા લોકોમાં ભાગદોડ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.આગ લાગતાં ફાયરબ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોચી છે.

આગ જનનીની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેની વચ્ચે વડોદરાના કારેલીબાગ ભવન પાસે આગની ઘટના બની છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ ઝાડીઓમાં આગ લાગવાની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગનો ધુમાડો વ્યાપક બનતા લોકોમાં ભાગદોડ મચી હતી આસપાસના લોકોમાં ઘટનાને લઈ ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોચી આગને જબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા કાંસમાં ગંદકી, સફાઇ કરવા શહેરીજનોની માંગ

સ્થળ ઉપર ધુમાડાના કારણે જીરો વીઝીબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. વડોદરા ના કારેલીબાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ની પાછળ બાલ ભવન રોડ બ્રિજ પાસે બાવલ ની ઝાડીઓ આગ લાગી હોવા ની ઘટનામાં , ડ્રાય કચરો પણ સળગતા હોસ્પિટલ ની ઇમરજન્સી એલાર્મ વાગત  દોડધામ  મચી હતી 20 કરતા વધુ બાળ દર્દીઓ સલામત ખસેડવા માં આવ્યા, માત્ર બહારના ધુમાડાને કારણે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે તમામ લોકો હાલ સુરક્ષિત હોવા નો હોસ્પિટલ નો દાવો છે, બાળ દર્દીઓ માટે ની છે આ હોસ્પિટલ હતી જેમાં આ ઘટના બની હતી

(With Input, Yunus Gazi, Vadodara) 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 10, 2023 06:18 PM