Breaking News : વડોદરાના ડભોઇમાં ટ્રેન અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
વડોદરાના ડભોઇમાં ટ્રેન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અમલપુર માજરોલ ગામ નજીક છોટાઉદેપુરથી વડોદરા તરફ જતી પેસેન્જર ટ્રેન નીચે બાઇક ચાલક આવી ગયો હોવાનું સામે આવ્યુ છે.
Accident : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તેવામાં આજે વડોદરાના ડભોઇમાં ટ્રેન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અમલપુર માજરોલ ગામ નજીક છોટાઉદેપુરથી વડોદરા તરફ જતી પેસેન્જર ટ્રેન નીચે બાઇક ચાલક આવી ગયો હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો : Vadodara : ખુલ્લી ડ્રેનેજમાં પડ્યો યુવક, રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને બહાર કાઢ્યો, જુઓ Video
ટ્રેનને આવતા જોઇ બાઇક ચાલક સમય સૂચકતા વાપરી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ ટ્રેનની નીચે ફસાયેલા બાઈકને કાઢવા ગ્રામજનો કામે લાગ્યા હતા. મહત્વપૂર્ણ છે કે છોટાઉદેપુરથી આવતી ટ્રેન અકસ્માતના કારણે દોઢ કલાક મોડી પડી છે.
સુરતના કાપોદ્રામાં અકસ્માતની ઘટના
તો બીજી તરફ આજે સુરતના કાપોદ્રામાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસેની અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે 3-4 બાઈક ચાલકને અડફેટે લીધા છે. કારની અડફેટે આવતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો તાત્કાલીક ધોરણએ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જેના વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોધ્યો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
