સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતા મનોરથનો ટેમ્પલ કમિટી દ્વારા ભાવ વધારવાનો મામલો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.ડાકોરના રાજા રણછોડ ને ભક્તો દ્વારા કરાવવામાં આવતા મનોરથોમાં કમિટી દ્વારા અચાનક જ લાગો વધારી દેતા ભક્તો તથા સેવક પૂજારીઓ રોષે ભરાયા હતા. ટેમ્પલ કમિટી દ્વારા સોનાના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજા જે પહેલા 600 રૂપિયામાં ચડતી હતી તે જ ધજાના 2500 કરવામાં આવ્યા હતા સેવક ભાઈઓ અને ભક્તોનો વિરોધ જોતા ટેમ્પલ કમિટી દ્વારા આ ભાવ વધારાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.આગામી 15 તારીખે આ નિર્ણય બાબતમાં સેવક આગેવાનો સાથે ચેરમેન અને ટ્રસ્ટી ચર્ચા કરશે.15 મેના દિવસે સમગ્ર બાબતને લઈ નવો નિર્ણય લેવામાં આવશે.
થોડા દિવસ પહેલા ડાકોર મંદિરમાં ભક્તો પર મોંઘવારીનો માર જોવા મળ્યો હતો. મનોરથના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો.ગરીબોના બેલી ગણાતા રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે હવે મનોરથ કરવા મોંઘા બનશે તેવું લાગી રહ્યો હતો. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવતા વિવિધ મનોરથોના દર (લાગા) માં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો.મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર મુજબ વિવિધ સેવાઓના દર નીચે મુજબ રાખવામાં આવ્યા હતા.
ધજા ચડાવવાથી લઈને રાજભોગ સુધીની તમામ પૂજા વિધિઓના ભાવમાં સીધો બમણો કે તેનાથી પણ વધુ વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.