Breaking News : 10 કરોડના ખર્ચે બનેલો સાયકલ ટ્રેક 8 મહિનાથી જોઈ રહ્યો છે લોકાર્પણની રાહ

| Updated on: Nov 12, 2026 | 1:28 PM

દ્રશ્યોમાં જોઈ શકો છો આ છે સમા થી છાણી કેનાલને જોડતો નવો સાયકલ ટ્રેક. તંત્રએ કરોડોના ખર્ચે તેને બનાવ્યો છે, પરંતુ લોકાર્પણ પહેલા જ તેની હાલત તમે જોઈ શકો છો.10.40 કરોડના ખર્ચે આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસાનું પાણી કરવાનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. પૂર્વ ઝોનમાં વાઘોડિયા અને આજવા રોડ પર રૂ. 6 કરોડના ખર્ચે બનેલો સાયકલ ટ્રેક નિષ્ફળ ગયો હતો, ત્યારબાદ પણ તંત્રએ બોધપાઠ લીધો નથી. હવે ઉત્તર ઝોનમાં સમા થી છાણી કેનાલ સુધી 2287 મીટર લાંબો સાયકલ ટ્રેક રૂ. 10.40 કરોડના ખર્ચે બનાવી તો દીધો, પરંતુ વિભાગો વચ્ચે સંકલનના અભાવે તે બન્યાના 8 મહિના બાદ પણ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે.

અનેક જગ્યાએ તિરાડો પડી

દ્રશ્યોમાં જોઈ શકો છો આ છે સમા થી છાણી કેનાલને જોડતો નવો સાયકલ ટ્રેક. તંત્રએ કરોડોના ખર્ચે તેને બનાવ્યો છે, પરંતુ લોકાર્પણ પહેલા જ તેની હાલત જુઓ. પેપર બ્લોક ઉખડી ગયા છે, અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે, વોકિંગ ટ્રેક અને સાયકલ ટ્રેક વચ્ચે લેવલ જ નથી. બાજુમાં જ ખુલ્લી ભૂકી કાંસ જઈ રહી છે, આ કાંસને સમાંતર બનાવાયેલી ટ્રેકની બાજુમાં વોકિંગની જગ્યા પણ આપી છે પરંતુ તેનો ઉપયોગ થશે કે કેમ તે પણ સવાલ છે. કારણ સાયકલ ચલાવનારને ટ્રેક પર પણ સંભાળવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે

સાયકલ ટ્રેક સફળ કેવી રીતે થશે?

સમા વિસ્તારમાં બનાવાયેલો આ સાયકલ ટ્રેક CSR થકી બનાવાયો હોવાનું તંત્ર કહી રહ્યું છે પરંતુ આ ટ્રેક ના 70ટકા રકમ તો પાલિકાએ જ ભોગવી હોવા છતાં કોન્ટ્રાકટર એ કરેલી ભૂલ અને તઘલખી કામગીરી શંકાના દાયરામાં છે. જો કે હજુ પણ સત્તા પક્ષ એવો દાવો કરે છે કે સાયકલ ટ્રેક આવનારા દિવસોમાં ચાલુ કરી દેવાશે. એટલે સવાલ એ જ છે કે જ્યારે મુખ્ય કેનાલ રોડ પર ટ્રાફિકનું ભારણ છે, બાજુમાં ગટર ખુલ્લી છે, ત્યાં સાયકલ ટ્રેક સફળ કેવી રીતે થશે? શું તંત્ર આંધળુંકિયા કરીને કરોડો રૂપિયા બરબાદ કરતું રહેશે કે પછી યોગ્ય આયોજન સાથે પ્રજાને સાચી સુવિધા આપશે? તે જોવું રહ્યું.

 

 

Indian Railways : કેટલા વર્ષમાં એક્સપાયર થઈ જાય છે ટ્રેન, કેટલી હોય છે ટ્રેનની ઉંમર જાણો અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.