ભરૂચના ઝઘડિયામાં GIDC વિસ્તારમાં રહેતી 10 વર્ષિય બાળકીને વિજય પાસવાન નામના હવસખોરે તેની હવસનો શિકાર બનાવી અને તેના પર પાશવી રીતે, બર્બરતાની તમામ હદો પાર કરતો બળાત્કાર ગુજાર્યો હતો. દિલ્હીના નિર્ભયા કાંડની જેમ જ આ હવસખોરે બાળકી પર બર્બરતાપૂર્ણ અને ક્રુરતાની તમામ હદો વટાવી દુષ્કર્મ આચર્યુ હતુ. આ કેસમાં 72 દિવસની કાયદાકીય પ્રક્રિયાના અંતે કોર્ટે નરાધમ દોષીત વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી પરિવાર સાથે ખરો ન્યાય કર્યો છે. આ સમગ્ર કેસમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે ઝડપી ન્યાય કરી નરાધમને ફટકારેલી ફાંસીની સજા સમાજમાં એક મજબૂત સંદેશ પુરો પાડવામાં મહત્વપૂર્ણ દૃષ્ટાંત સાબિત થઈ શકે છે. આ ઘટનામાં બાળકી 8 દિવસ સુધી સારવાર હેઠળ રહી અને જિંદગી સામે ઝઝુમી હતી પરંતુ અંતે તેનું મૃત્યુ થયું હતું.
કમનસીબે આ ઝઘડિયાના આ ચકચારી રેપ કેસનું ટાઈમિંગ પણ દિલ્હીની નિર્ભયા કેસ સાથે મેળ ખાતુ હતુ. દિલ્હીની નિર્ભયા સાથે પણ 16 ડિસેમ્બર 2012માં દુષ્કૃત્ય થયુ હતુ. જ્યારે ભરૂચના ઝઘડિયાની આ માસૂમ સાથે પણ 16 ડિસેમ્બરે જ પાશવી કૃત્ય આચરવામાં આવ્યુ હતુ. 16 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી બાળકી તેની પીડા સામે ઝઝુમતી રહી. બંને કેસમાં દુષ્કર્મની પેટર્ન પણ સરખી રહી હતી. ભરૂચની નિર્ભયા સાથે પણ નરાધમે એ જ પ્રકારની બર્બરતા આચરી હતી. બાળકીના યોનિ માર્ગમાં મેટલનો સળિયો ઘુસાડી તેને ભયંકર ઈજા પહોંચાડવામાં આવી હતી.
ઘટનાથી બાળકી એટલી હદે ડરી ગઈ હતી અને તેના મન મસ્તિષ્ક પર એટલી ખરાબ અસર થઈ હતી કે તેનામાંથી કોઈ ચિત્કાર પણ નીકળતો ન હતો. એસએસજી હોસ્પિટલના ડૉક્ટરની ટીમ સતત બાળકીની દેખરેખ રાખી રહી હતી અને સારવાર કરી હતી. 2 દિવસમાં બાળકીને 3 યુનિટ બ્લડ પણ ચડાવવામાં આવ્યુ હતુ. પરંતુ સ્થિતિ એટલી ક્રિટીકલ બની ગઈ હતી કે બાળકી કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી. ઓપરેશન બાદ અને અન્ય સારવાર બાદ પણ બાળકીના શરીરમાં ઈન્ફેક્શન યથાવત રહ્યુ હતુ. SSGના 10 થી વધુ ડૉક્ટરની ટીમ બાળકીની સારવારમાં લાગેલી હતી પરંતુ સ્થિતિ અત્યંત નાજુક બનેલી હતી અને તેના બ્લડ પ્રેશરમાં પણ સતત ઉતારચડાવ આવતો હતો. અંતે બાળકીએ જિંદગી સામે જાણે હાર માની લીધી અને હોસ્પિટલના બિસ્તર પર જ છેલ્લા શ્વાસ લીધા.
Input Credit- Ankit Modi- Bharuch
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:12 pm, Fri, 2 May 25