Breaking News : ગાંધીનગરમાં પોલીસ નેમ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત, કારચાલકે મહિલાને કચડી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:48 PM

સેક્ટર 6 વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી કારે અકસ્માત સર્જેયો હતો અને એક મહિલાને અડફેટે લીધી હતી. આ કાર પોલીસ નેમ પ્લેટવાળી હાવાનું સામે આવ્યું છે.

Gandhinagar : દિવસે ને દિવસે અકસ્માતની (Accident) ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં તથ્ય પટેલે સર્જેલા જીવલેણ અકસ્માતના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. આવી મોટી ઘટનાઓ બાદ પણ આવા નબીરાઓ એજ રફ્તારે કાર ચલાવતા જોવા મળે છે. ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગરમાં સામે આવી છે.

આ પણ વાંચો Gandhinagar : મિશન 2024 માટે પ્રદેશ ભાજપની તૈયારીઓ શરૂ, CM નિવાસસ્થાને 2 દિવસ ચાલશે બેઠક

મળતી માહિતી અનુસાર સેક્ટર 6 વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી કારે અકસ્માત સર્જેયો હતો અને એક મહિલાને અડફેટે લીધી હતી. આ કાર પોલીસ નેમ પ્લેટવાળી હાવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરના ઘ રોડ પર તાર ફેન્સીંગ તોડીને કાર ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી. કારચાલકે એક મહિલાને ટક્કર મારી હતી. કાર ચાલકનું નામ દિલેર પરમાર છે. તેમજ આ કાર અમદાવાદ હાઇકોર્ટ ખાતે એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા તેના મામાની હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જોકે, સદભાગ્યે કોઈ મોટી જાનહાની નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો