Breaking News : લવ જેહાદ માટે હિન્દુ યુવતીઓને ફસાવવા બોગસ સરકારી દસ્તાવેજ બનાવાયા હતા, નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ, જુઓ Video

|

Aug 12, 2023 | 2:20 PM

ભરૂચમાં લવ જેહાદ(Love Jihad)ના વિવાદાસ્પદ મામલામાં એક પછી એક બે વિદ્યાર્થીનીઓ પોલીસ સ્ટેશને આપવીતી સાથે પહોંચ્યા બાદ પોલીસે બીજી એક ફરિયાદ દાખલ કરી ભરૂચ શહેર C ડિવિઝન પોલીસે સિરાજ રુસ્તમ પટેલનો કબ્જે મેળવી તપાસ શરૂ કરી છે.

ભરૂચમાં લવ જેહાદ(Love Jihad)ના વિવાદાસ્પદ મામલામાં એક પછી એક બે વિદ્યાર્થીનીઓ પોલીસ સ્ટેશને આપવીતી સાથે પહોંચ્યા બાદ પોલીસે બીજી એક ફરિયાદ દાખલ કરી ભરૂચ શહેર C ડિવિઝન પોલીસે સિરાજ રુસ્તમ પટેલનો કબ્જે મેળવી તપાસ શરૂ કરી છે.

ભરૂચના પગુથણ ગામના 26 વર્ષીય વિધર્મી શખ્શ સિરાજ રુસ્તમ પટેલ હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ  સાથે બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા. આ શખ્શનો શિકાર બનેલી એક પછી એક બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પૈકી એકને બ્લેકમેલ કરી પૈસા પણ પડાવ્યા હતા.

સિરાજ રુસ્તમ પટેલે પોતાના બોગસ આધાર કાર્ડ બનાવ્યા હતા. એક યુવતીએ તેને મોક્લાયેલું મેહુલ પટેલ નામનું આધાર કાર્ડ પોલીસને સોંપ્યું છે. આકાર્ડની ખરાઈ સાથે તે સરકારી સિસ્ટમને ગુમરાહ કરી બનાવાયું છે કે કોમ્પ્યુટર સોફ્ટવેરની કરામત છે તે પોલીસે તપાસ હેઠળ લીધું છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

બીજો મામલો સામે આવ્યા બાદ ડીવાયએસપી કક્ષાના અધિકારીએ તપાસ શરુ કરી છે. સિરાજે અલગ – અલગ બે વિધ્યાર્થીનોને હિન્દુ  તરીકે ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારતો હતો. એક પીડિતાને મુસ્લિમ ધર્મ અપનાવી બીજી પત્ની તરીકે સાથે લગ્ન કરવા પણ દબાણ કરાયું હતું. આમ ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.

આરોપી સિરાજને બોગસ સરકારી  દસ્તાવેજ બનાવવામાં કોણે મદદ કરી ? અને તેની સાથે આ ખેલમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ ? આ ઉપરાંત તેણે  વધુ કોઈ પીડિતાને નિશાન બનાવી છે કે કેમ? તે પ્રશ્નોના પોલીસ જવાબ શોધી રહી છે.

Published On - 1:45 pm, Sat, 12 August 23

Next Article