Breaking News : TV9 ના અહેવાલની ધારદાર અસર.. સરકારી કામમાં લાલિયાવાડી સામે તંત્રની આંખો ખૂલી અને રાતોરાત અધૂરું કામ પૂરું કરવું પડ્યું!

Breaking News : TV9 ના અહેવાલની ધારદાર અસર.. સરકારી કામમાં લાલિયાવાડી સામે તંત્રની આંખો ખૂલી અને રાતોરાત અધૂરું કામ પૂરું કરવું પડ્યું!

| Updated on: May 27, 2026 | 10:53 AM

ભરૂચ : આલી કાછીયાવાડ વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારી સામે TV9 ગુજરાતીનો અહેવાલ અસરદાર સાબિત થયો છે. લાખો રૂપિયાના ખર્ચે નવા પેવર બ્લોકનો રોડ બનાવી ગણતરીના દિવસોમાં તેને તોડી ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ : આલી કાછીયાવાડ વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારી સામે TV9 ગુજરાતીનો અહેવાલ અસરદાર સાબિત થયો છે. લાખો રૂપિયાના ખર્ચે નવા પેવર બ્લોકનો રોડ બનાવી ગણતરીના દિવસોમાં તેને તોડી ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રસ્તો ખોદકામની હાલતમાં હોવાથી લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

tv9 ના અહેવાલ બાદ તંત્રની આંખ ખુલી

TV9 ગુજરાતી દ્વારા આ મુદ્દો પ્રસારિત કરવામાં આવતા તંત્રની આંખો ખુલી હતી. અહેવાલ પહેલા રસ્તાની સ્થિતિ એટલી ખરાબ હતી કે લોકો માટે પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું પરંતુ અહેવાલ પ્રસારિત થયા બાદ નગરપાલિકા તાત્કાલિક હરકતમાં આવી અને રાતોરાત અધૂરું કામ પૂર્ણ કરી રસ્તો અવરજવર માટે તૈયાર કરી દીધો.

પ્રજાના નાણાંના વ્યય કરનાર જવાબદારો પાસેથી વસૂલાતની માંગ કરાઈ

સ્થાનિક નગરસેવક જીજ્ઞેશ બ્રહ્મભટ્ટએ TV9 ગુજરાતીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, “ગુજરાત લેવલ પર મુદ્દો ઉઠતા ગાંધીનગર સુધી જવાબદાર અધિકારીઓની આંખ ખુલી હતી. પહેલા ગટર પછી બ્લોક અને ફરી બ્લોક તોડી ગટર બનાવવી આ ડબલ નુકસાન માટે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જાહેર નાણાંનો બગાડ કરનાર જવાબદાર અધિકારીઓ પાસેથી રૂપિયા વસૂલ કરવા માંગ સાથે આગળ લડત ચલાવવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News : ફ્રેન્ચાઈઝીના બહાને ત્રિપુટીએ રોકાણકારોને લાખોમાં નવડાવ્યા – મહિલા સહીત બે ઠગ મળી આવ્યા, મુખ્ય સૂત્રધાર હજુ ફરાર

Follow Us