Breaking News : ભરૂચના સાંસદનો બળાપો, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મારાથી નારાજ – મનસુખ વસાવા

|

Sep 10, 2023 | 1:21 PM

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચમાં આવ્યા છે. આ સાથે જ પ્રદેશ ભાજપમાં ઉકળતા ચરું જેવી સ્થિતિ હોવાનું પણ સપાટી પર આવ્યું છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે કમલમ ખાતે નર્મદાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા સેન્સ પ્રક્રિયા છોડીને નીકળી ગયા હતા.

Breaking News : ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ સાથે જ પ્રદેશ ભાજપમાં ઉકળતા ચરું જેવી સ્થિતિ હોવાનું પણ સપાટી પર આવ્યું છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે કમલમ ખાતે નર્મદાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા સેન્સ પ્રક્રિયા છોડીને નીકળી ગયા હતા. જો કે આ સમગ્ર મુદ્દે હવે મનસુખ વસાવાના પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમનાથી નારાજ છે.

આ પણ વાંચો :Bhavnagar: ભાવનગરમાં આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનો શક્તિકેન્દ્રો પર થશે પ્રારંભ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી

મનસુખ વસાવાએ આ અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભાજપના જ કેટલાક લોકો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને તેમના વિરુદ્ધ ગેરમાર્ગે દોરી રહ્યા છે. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ મળીને પ્રદેશ અધ્યક્ષને તેમના વિરુદ્ધમાં ગેરમાર્ગે દોરે છે.

આ સાથે જ મનસુખ વસાવાએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી તરફથી તેમને ટિકિટ મળે કે ન મળે, તેઓ સાંસદ તરીકે રહે કે ન રહે પરંતુ સ્થાનિક પ્રશ્નોને તેઓ વાચા આપતા રહેશે. સાથે જ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરનારા અને સંગઠનને નુકશાન પહોંચાડનાર લોકોના શરણે નહીં થાઉ તેવો પણ તેમણે હુંકાર કર્યો.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video