Breaking News : રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર ! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન, વીડિયો વાયરલ

Breaking News : રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર ! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન, વીડિયો વાયરલ

| Updated on: Nov 01, 2026 | 2:01 PM

વિરમગામમાં રેલવે ફાટક ખુલ્લું હતું અને તે દરમિયાન ટ્રેન આવી પહોંચી હતી. ટ્રેનને આવતી જોઈને વાહનચાલકોએ સતર્કતા દાખવી પોતાનાં વાહનો રોકી દીધાં હતાં. જોકે, ફાટક બંધ ન થયું હોવા છતાં ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અમદાવાદના વિરમગામમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં ટ્રેન પસાર થતી વખતે રેલવે ફાટક બંધ કરવાનું રહી જતાં ખુલ્લા ફાટક પરથી જ ટ્રેન પસાર થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેલવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

ટ્રેન આવી પણ ફાટક બંધ કરવાનું ભૂલી ગયા

મળતી માહિતી મુજબ, વિરમગામમાં રેલવે ફાટક ખુલ્લું હતું અને તે દરમિયાન ટ્રેન આવી પહોંચી હતી. ટ્રેનને આવતી જોઈને વાહનચાલકોએ સતર્કતા દાખવી પોતાનાં વાહનો રોકી દીધાં હતાં. જોકે, ફાટક બંધ ન થયું હોવા છતાં ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?

રેલવે ફાટક ખુલ્લું હોવા છતાં ટ્રેન પસાર થવાની આ ઘટનાએ રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સદનસીબે વાહનચાલકોએ સમયસૂચકતા દાખવી વાહનો રોકી દીધાં, જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. જોકે, જો કોઈ વાહન ટ્રેનની અડફેટે આવ્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

વીડિયો થયો વાયરલ

હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેલવે તંત્રની આવી બેદરકારી સામે જવાબદાર કર્મચારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લેવાશે તેવા સવાલો ઊભા થયા છે.

Udhna Breaking News : દિવાળી-છઠ્ઠ પૂજા પહેલાં ઉધના રેલવે સ્ટેશન પર માનવહેરામ ! વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ, રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.