Breaking News : ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી

| Edited By: | Updated on: Jan 26, 2026 | 2:15 PM

ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ હજુ પણ યથાવત્ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવાની શક્યતા છે. સૂસવાટાભર્યા પવનો યથાવત્ ફૂંકાતા રહેવાના કારણે ઠંડીનો અહેસાસ વધુ વધશે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના પગલે આ અસર ગુજરાતમાં વર્તાવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં મોટો ઘટાડો

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર તાપમાનમાં ચમકારાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

ખેતી પાકો પર અસરની શક્યતા

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી મહિનામાં ઠંડી વધતા ખેતી પાકો પર હિમ પડવાની શક્યતા છે. આ પરિસ્થિતિ રવી પાકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે. ઠંડા પવનોના પ્રવાહને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

કચ્છ અને સરહદી વિસ્તારોમાં બદલાતું હવામાન

કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નાગરિકોને ખાસ કરીને વહેલી સવાર અને રાત્રિના સમયે બહાર નીકળતાં સમયે ગરમ કપડાં પહેરવા અને ઠંડીથી બચવાની અપીલ કરી છે. સાથે જ ખેડૂતોને પણ પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 26, 2026 02:13 PM