Breaking News : માળીયા-કચ્છ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અક્સ્માત, 4 થયા ભડથું, જુઓ Video

Breaking News : માળીયા-કચ્છ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અક્સ્માત, 4 થયા ભડથું, જુઓ Video

| Edited By: | Updated on: Aug 08, 2025 | 11:56 AM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક ભયાનક અકસ્માત સર્જાયો છે. મોરબીના માળીયા-કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 4 લોકો બળીને ખાખ થયા છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક ભયાનક અકસ્માત સર્જાયો છે. મોરબીના માળીયા-કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 4 લોકો બળીને ખાખ થયા છે. ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 2 બાળકો સહિત ટ્રક ડ્રાઈવ અને ક્લીનરનું મોત નિપજ્યું છે.

આ ઉપરાંત અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ત્યારબાદ તાત્કાલિક કાટમાળ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદમાં સર્જાયો હતો અકસ્માત

બીજી તરફ અમદાવાદના શાહીબાગમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.પ્રાપ્ત થતી માહિતી અનુસાર પૂર પાટ ઝડપે આવતી કારે પહેલા એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યારબાદ એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતા તે રિક્ષા ચાલકને અથડાતા યુવકનું મોત નિપજ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો