Breaking News: US Visa Fraud Case: અમેરિકામાં 11 ગુજરાતીઓએ લૂંટનું નાટક રચી વિઝા મેળવવાનો કર્યો પ્રયાસ, ગુનો નોંધાયો

| Updated on: Mar 14, 2026 | 12:50 PM

અમેરિકામાં 11 ભારતીયો U વિઝા મેળવવા માટે છ સ્ટોરોમાં લૂંટનું નાટક રચ્યા હતાં. FBI દ્વારા આરોપીઓ સામે વિઝા ફ્રોડ અને કોનસ્પીરેસીનો ગુનો દાખલ થયો છે.

ગુજરાતીઓમાં અમેરિકામાં કાયદેસર વિઝા મેળવવા માટેની ઘેલછા એટલી વધી ગઈ છે કે કેટલીકવાર તેઓ ખોટા દસ્તાવેજો અને વિઝા ફ્રોડ તરફ પણ વળે છે, જે કાયદાકીય અને સામાજિક જોખમો સર્જે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના બોસ્ટનમાંથી સામે આવી છે. અમેરિકામાં U વિઝા મેળવવા માટે 11 ગુજરાતી નાગરિકો દ્વારા સ્ટેજ કરેલી હથિયારવાળી લૂંટ મામલે ગુનો નોંધાયો છે. આ બનાવને લઇને FBI અને કોર્ટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસમાં ખુલ્યું કે, માર્ચ 2023 દરમિયાન આરોપીઓએ છ અલગ-અલગ સ્ટોરોમાં લૂંટ થયાનું નાટક રચ્યું. તેઓએ સ્ટોરના કર્મચારીઓ અને માલિકોને બતાવ્યું કે હથિયાર સાથે લૂંટ થઈ રહી છે, અને બનાવને પોલીસ સુધી પહોંચાડ્યો. ત્યારબાદ આરોપીઓએ U વિઝા માટે “ક્રાઇમ વિક્ટિમ” તરીકે અરજી કરી, જેથી કાયદાકીય લાભ મેળવી શકાય.

હાલમાં, બોસ્ટનમાં છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, અને બાકીના ચાર લોકોને પણ આગળની તારીખે કોર્ટમાં રજૂ કરાશે. આ કેસમાં આરોપીઓને વિઝા ફ્રોડ અને કોનસ્પીરેસી હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. જો તેઓ દોષિત ઠરે તો પાંચ વર્ષ સુધી કેદ અને લગભગ અઢી લાખ ડોલર દંડની સજા પણ થઈ શકે છે.

Iran Israel War Breaking News: વૈશ્વિક સંકટ વચ્ચે ભારતનું માનવતાવાદી પગલું, દેશમાં ફસાયેલા વિદેશી નાગરિકોને આપી મોટી રાહત

Published on: Mar 14, 2026 12:48 PM