Gujarati Video : નર્મદા કેનાલમાં ગાબડુ પડવાનો સિલસિલો યથાવત, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ

Gujarati Video : નર્મદા કેનાલમાં ગાબડુ પડવાનો સિલસિલો યથાવત, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ

| Edited By: | Updated on: Mar 09, 2023 | 1:52 PM

નાની પીપળી નજીકથી પસાર થતી માઈનોર કેનાલમાં ગાબડુ પડ્યુ છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યુ છે.

Patan : રાધનપુરના શાતુન ગામ પાસેની નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. નાની પીપળી નજીકથી પસાર થતી માઈનોર કેનાલમાં ગાબડુ પડ્યુ છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યુ છે. તો બીજી તરફ વારંવાર કેનાલમાં ગાબડુ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રવિ પાકને નુકશાન થાય તેવી ભિતી ધરતીપુત્રો સેવી રહ્યા છે.

કેનાલમાં ગાબડુ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. બે દિવસ અગાઉ ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મસ્ત મોટું ભંગાણ સર્જાયા બાદ થરાદના ઓત્રોલ માઇનોર 1 કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈને ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાવેતર કરેલા રાયડો જીરું અને એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું છે.

પાંચ એકર જેટલા પાકમાં કાપણીના સમયે પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયુ છે, ત્યારે કેનાલમાં ગાબડુ પડવાનો સિલસિલો યથવાત રહેતા ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે.

Published on: Mar 09, 2023 01:15 PM