BOTAD : નેતાઓ માટે કોરોનાના નિયમો નથી ? ભાજપ નેતાની વીડિયો પોસ્ટથી ખળભળાટ

|

Dec 27, 2021 | 1:07 PM

સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં (Social media) પોસ્ટ કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપના કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. તેમાં ન કોઈએ માસ્ક પહેર્યું હતું કે ન સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવ્યું હતું.

કોરોનાના (CORONA) ઓમિક્રોન વેરિઅન્ટના વધી રહેલા કેસ વચ્ચે બોટાદમાં (BOTAD) ભાજપની મોટી બેદરકારી સામે આવી છે. ખુદ પૂર્વ (Saurabh Patel) ધારાસભ્ય સૌરભ પટેલે જ વીડિયો પોસ્ટ કરીને (BJP) ભાજપની ફજેતી કર્યાનો પુરાવો આપ્યો છે. બોટાદમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં(Cricket  tournament) જીત મળતાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. ભાન ભૂલેલા નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મેદાનમાં ભીડ એકઠી કરી હતી. અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં (Social media) પોસ્ટ કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપના કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. તેમાં ન કોઈએ માસ્ક પહેર્યું હતું કે ન સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવ્યું હતું. કહો કે ભાજપની આ ટુર્નામેન્ટમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને આમંત્રણ આપતા દ્રશ્યો ખુદ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં જ જોવા મળ્યા હતા. ધારાસભ્યએ તો કંઈ ન ગણકાર્યું પણ પોલીસ શું કરી રહી હતી તે એક મોટો સવાલ છે.

તો બીજી તરફ ભાજપની આ ક્રિકેટ ટુર્નામેન્ટના વીડિયોથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.. ભાજપના નેતાઓને નિયમો તોડવાની કોણે આપી મંજૂરી? ભાજપની ક્રિકેટ ટુર્નામેન્ટમાં નહીં ફેલાય કોરોના? જો કોરોના વકરશે તો સૌરભ પટેલ લેશે જવાબદારી? ધારાસભ્ય સૌરભ પટેલ હાજર હોય એટલે બધી છૂટ? ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર સામે થશે કાર્યવાહી? સામાન્ય લોકો પર લાગુ પડતા નિયમો ભાજપના નેતાઓ માટે કેમ નહીં? લોકો માટે નિયમોનું પાલન, ભાજપ માટે કેમ છૂટ? હજારોની ભીડ ભેગી થઈ તેમ છતાં શું કરતી હતી બોટાદ પોલીસ? શું કાર્યવાહી ન કરવાનું પોલીસને કોઈ રાજકીય દબાણ હતું? સામાન્ય જનતાને દંડતી પોલીસ ક્યાં ઊંઘી ગઈ હતી?

આ પણ વાંચો : Afghanistan Crisis : તાલિબાનનું નવું ફરમાન, મહિલાઓ બસમાં એકલી મુસાફરી કરી શકશે નહીં, કારમાં સંગીત વગાડવા પર પ્રતિબંધ

આ પણ વાંચો : Viral Video : આ યુવક રસ્તા વચ્ચે કરવા લાગ્યો પુશઅપ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થયા

Published On - 12:48 pm, Mon, 27 December 21

Next Video