ધંધુકા ફાયરિંગમાં યુવાનની હત્યા બાદ આજે બંધનું એલાન

|

Jan 27, 2022 | 1:47 PM

ધંધુકામાં  ફાયરિંગમાં યુવાનની હત્યા કેસમાં રોષ ફેલાયો છે.યુવાનની હત્યાને લઇ આજે ધંધુકા સજ્જડ બંધ રહ્યું. જેમાં વીએચપી બજરંગ દળ દ્વારા બંધનું એલાન અપાયું હતું.જેને પગલે ધંધુકા વહેલી સવારથી જ સજ્જડ બંધ રહ્યું હતું

ગુજરાતમાં(Gujarat)  ધંધુકામાં(Dhandhuka)  ફાયરિંગમાં(Firing)  યુવાનની હત્યા કેસમાં રોષ ફેલાયો છે.યુવાનની હત્યાને લઇ આજે ધંધુકા સજ્જડ બંધ રહ્યું. જેમાં વીએચપી બજરંગ દળ દ્વારા બંધનું એલાન અપાયું હતું.જેને પગલે ધંધુકા વહેલી સવારથી જ સજ્જડ બંધ રહ્યું હતું.તો બીજી તરફ બંધને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..મહત્વનું છે કે ગઈકાલે મૃતકની અંતિમયાત્રા સમયથી સંપૂર્ણ શહેર બંધ છે. જેમાં ગઈકાલે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી..આ સમગ્ર કેસની તપાસ SOG અને LCBને સોંપાઈ છે.તો બીજી તરફ સમગ્ર મામલે ધંધુકા પીઆઇની બેદરકારી સામે આવતા બદલી કરવામાં આવી છે અને મામલો થાળે પાડવા યોગ્ય અધિકારીને ધંધુકા મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, ધંધુકા તાલુકામાં બુધવારે  જાહેરમાં  ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ હત્યા કરી ફરાર થઈ ગયા…ઘટનાની બની છે ધંધુકાના મોઢવાડા-સુંદરકૂવા વિસ્તારમાં..જ્યાં કિશન બોળિયા બાઇક પર જઈ રહ્યા હતા…તે દરમિયાન બાઇક પર બે અજાણ્યાં શખ્સોએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ઘટનાના પગલે માલધારી સમાજનામાં ભારે રોષ જોવા મળ્યો હતો..અને સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું પોલીસે આયોજન કર્યું.

આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકા કોસાડ અને કરંજ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 477 કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ કરશે

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

Published On - 1:41 pm, Thu, 27 January 22

Next Video