Gujarati Video : વલસાડના અટકપારડી ગામ પાસે દારૂ ભરેલી કાર સાથે બુટલેગરે સર્જ્યો અકસ્માત

| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:47 PM

વલસાડમાં પણ બુટલેગર બેફામ બન્યા છે. વલસાડમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગરે અકસ્માત સર્જયો હોવાનું સામે આવી રહ્યુ છે. અટકપારડી ગામના પાવર હાઉસ પાસે અકસ્માત સર્જાયો છે.

Accident : રાજ્યમાં દારુબંધી હોવા છતા પણ અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. તો બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતા હોય છે. ત્યાં વલસાડમાં પણ બુટલેગર બેફામ બન્યા છે. વલસાડમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગરે અકસ્માત સર્જયો હોવાનું સામે આવી રહ્યુ છે. અટકપારડી ગામના પાવર હાઉસ પાસે અકસ્માત સર્જાયો છે.

આ પણ વાંચો : Valsad : મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા બે મીટર ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

પોલીસથી બચવા આરોપીએ કારને બેફામ ચલાવી હતી અને સામે આવતી કાર સાથે અકસ્માત સર્જયો હતો. ત્યારે કારમાંથી દારૂ-બીયરની બોટલો મળી આવી હતી. તો બીજી તરફ સુરતના કાપોદ્રામાં દારુ પીને કાર ચલાવતા સાજન પટેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો. કાપોદ્રામાં સ્નેહ મુદ્રા સોસાયટી નજીક તેણે અનેક વાહનચાલકોને અડફેટે (Accident) લીધા હતા.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો