Breaking News: અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! યુવતીએ વીડિયો વાયરલ કરતા મચ્યો હંગામો-Video

રાણીપ વિસ્તારમાં આવેલી ‘ક્રિષ્ણા પાણીપુરી’ નામની લારી પરથી યુવતી પાણીપુરી ખાધી હતી ત્યારે પાણીપુરીમાંથી હાડકાં જેવો ટુકડો નીકળ્યો હતો. આ જોઈ યુવતી ચોંકી ઉઠી હતી અને તરત જ લારી ધારકને પ્રશ્નો પૂછ્યા હતા.

| Updated on: May 16, 2026 | 12:10 PM

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ ફૂડ ખાનારા લોકોને સાવધાન થવાની જરુર છે. સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના રાણીપ બસસ્ટોપ પાસે આવેલી એક પાણીપુરી લારી પર યુવતીને પાણીપુરી ખાતા સમયે અંદરથી હાડકું નીકળતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ યુવતીએ લારી ધારક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

પાણીપુરીમાંથી નીકળ્યું હાડકુ

મળતી માહિતી મુજબ, રાણીપ વિસ્તારમાં આવેલી ‘ક્રિષ્ણા પાણીપુરી’ નામની લારી પરથી યુવતી પાણીપુરી ખાધી હતી ત્યારે પાણીપુરીમાંથી હાડકાં જેવો ટુકડો નીકળ્યો હતો. આ જોઈ યુવતી ચોંકી ઉઠી હતી અને તરત જ લારી ધારકને પ્રશ્નો પૂછ્યા હતા.

યુવતી રોષે ભરાતા લારી ધારકે માંગી માફી

ઘટનાના પગલે સ્થળ પર થોડીવાર માટે હોબાળો મચી ગયો હતો. યુવતીના રોષને જોતા લારી ધારકે માફી માગી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો યુવતીએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

કડક કાર્યવાહીની ઉઠી માંગ

વીડિયો વાયરલ થતા લોકોમાં પણ રોષ ફેલાયો છે અને સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા તથા ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે. લોકો દ્વારા ફૂડ વિભાગ પાસે આવી લારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Breaking News : આ જ બાકી હતું ! અદાણી CNGના ભાવમાં ઝીંકાયો રૂ. 2.24નો વધારો, નવો ભાવ રૂ. 86ને પાર જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 12:03 pm, Sat, 16 May 26

Follow Us