Rajkot : ધોરાજીના ઝાંઝમેર ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ સકંજામાં, મેડિકલનો મુદ્દામાલ કર્યો જપ્ત, જુઓ Video

|

May 09, 2023 | 9:53 AM

રાજકોટના ધોરાજીના ઝાંઝમેર ગામમાં બાતમીને આધારે SOGએ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે રમત રમતા બોગસ તબીબને ઝડપી લીધો છે. બોગસ તબીબ સંજય એભલ ધાપાની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ દવા સહિતનો મેડિકલનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટના  (Rajkot) ધોરાજીના ઝાંઝમેર ગામમાં ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ સકંજામાં આવી ગયો છે. બાતમીને આધારે SOGએ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે રમત રમતા બોગસ તબીબને ઝડપી લીધો છે. બોગસ તબીબ સંજય એભલ ધાપાની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ દવા સહિતનો મેડિકલનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સંજય ધાપા છેલ્લા ઘણા સમયથી ડિગ્રી વિના જ હોસ્પિટલ ચલાવતો હતો અને લોકોને આરોગ્ય સાથે ચેડા કરતો હતો.

આ પણ વાંચો : 8 મેના મોટા સમાચાર: રાજકોટમાં વધુ એક છાત્રએ આપઘાત કર્યાની ઘટના સામે આવી

તાપીમાં ઝડપાયો બોગસ તબીબ

તો બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢમાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડોકટર હેમંત પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પીડિત દર્દીના પુત્રએ પોલીસ ફરિયાદ કરી છે કે સર્જન હોવાનું કહી હેમંત પાટીલે તેના પિતાના પગનું બેવાર ઓપરેશન કર્યું હતું. બંન્નેવાર ઓપરેશન અસફળ રહેતા પરિજનોને શંકા જતા ડોકટરની ડીગ્રીની તપાસ કરી. જેમાં ડોકટર બોગસ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવતા સોનગઢ પોલીસ મથકે ડોકટર વિરુદ્ધ અરજી આપી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video