રાજકોટમાંથી પકડાયો બોગસ ડેન્ટીસ્ટ, તાળા-ચાવીના ધંધાર્થીએ વધુ પૈસા કમાવવા બનાવવા લાગ્યો દાંતના ચોક્ઠા

રાજકોટમાંથી પકડાયો બોગસ ડેન્ટીસ્ટ, તાળા-ચાવીના ધંધાર્થીએ વધુ પૈસા કમાવવા બનાવવા લાગ્યો દાંતના ચોક્ઠા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 10:50 PM

Rajkot: વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલ બહાર તાળુ ચાવી બનાવનાર યુવકે ધંધો ન ચાલતો દાંતના ચોક્ઠા બનાવવાનુ શરૂ કરી દીધુ. એક દર્દીની ફરિયાદને આધારે ફુટ્યો સમગ્ર ભાંડો

રાજકોટમાં ફુટપાથ દાંતના ચોક્ઠા બનાવી આપવામાં આવે છે. આ વાંચીને આશ્ચર્યચકિત બિલકુલ ન થશો. કારણ કે આવુ ઊંટવૈધુ કરનારા રાજકોટમાં કોઈના ડર વિના ખુલ્લેઆમ તેની દુકાન ચલાવી રહ્યા છે. તાળા ચાવી બનાવનારા બની બેસેલા દાંતના ડૉક્ટર પણ છે અને લોકોના દાંતના ચોક્ઠા પણ બનાવી આપે છે. રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ બહાર જ 21 વર્ષનો એક યુવાન બેસે છે.જેનું મૂળ કામ તાળા-ચાવી બનાવવાનું અને સમારકામ કરવાનું હતું પરંતુ 21 વર્ષીય જગનસિંહ ખીચીને એવું લાગ્યું કે તે ડેન્ટીસ્ટ બની જાય તો વધુ પૈસા કમાશે અને બસ પછી તે કેનાલ રોડ પર આવેલી પદ્મ કુંવરબા હોસ્પિટલની બહાર ફૂટપાથ પર ક્લિનિક ચલાવવા માંડ્યો. સો સિમ્પલ. ન ડિગ્રી, ન અભ્યાસ, બની ગયા દાંતના ડોક્ટર ખાસ.

તાળા-ચાવીના ધંધામાં ફાયદો ન થયો તો હોસ્પિટલની સામે જ ખોલી નાખી ડૉક્ટરની દુકાન

જો કે પાપ છાપરે ચડીને પોકારે છે એમ આ પાપે મોં માં જઈને પોકાર કર્યો. 20 ડિસેમ્બરના રોજ શામજી રાઠોડ અને તેની પત્ની જગ્ગન ખીંચી નામના યુવાનને કે જે રસ્તા પર દવાખાનું ખોલીને બેઠેલા પરંતુ ઓરિજીનલી તાળાચાવીના બનાવનારને દાંત બતાવવા મળવા ગયા, તેમણે ડેન્ચર તૈયાર કરવાની સલાહ આપી અને જડબાનું માપ લઈ 3300 રૂપિયામાં ડેન્ચર ફીટ પણ કરી આપ્યું. બસ અહીંથી મુશ્કેલીની શરૂઆત થઈ. 26 ડિસેમ્બરના રોજ રાઠોડને મોઢામાં ચાંદા પડી ગયા હતા અને તેમને ભારે દુખાવો શરૂ થયો.

છેલ્લા દોઢ મહિનાથી પરિવાર હેરાન થયો હતો.  એમણે પોલીસનો સંપર્ક કર્યો. કોઈપણ ડિગ્રી વિના ડેન્ટલ ક્લિનિક ચલાવતા આ ઉંટછાપ વૈદ્યની સામે પોલીસે IPC કલમ 336, 419 અને કલમ 30CF ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- રોનક મજિઠિયા- રાજકોટ

 

g clip-path="url(#clip0_868_265)">