કચ્છ : અંજારમાં કેમો સ્ટીલ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ, 7 લોકોને ગંભીર ઇજા
કચ્છના અંજારમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઇ જતા 7 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત 7 લોકોમાંથી 4 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા છે. તો અન્ય લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પોલીસે હાલ જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
કચ્છના અંજારના બૂઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં એક દુર્ઘટના સર્જાઈ છે. સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઇ જતા 7 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. બોઇલરમાં બ્લાસ્ટ થયા બાદ સ્ટીલ ઓગળતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત 7 લોકોમાંથી 4 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા છે.
તો અન્ય લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પોલીસે હાલ જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો અગાઉ પણ આ કંપનીમાં આવી દુર્ઘટના બની ચૂકી છે. ત્યારે આગામી સમયમાં આવી દુર્ઘટના ના સર્જાય તે માટે કંપની સામે જરૂરી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
આ પણ વાંચો કચ્છ વીડિયો : કેશવાન ઉઠાંતરીમાં બે કર્મચારીઓની સંડોવણીનો ખુલાસો, 6 આરોપીની ધરપકડ
