Gujarat Election 2022 : ચૂંટણી પહેલા માહોલ ગરમ ! અમરેલી ભાજપના ઉમેદવાર હીરા સોલંકીની ખુલ્લેઆમ ચેતવણીનો વીડિયો વાયરલ

|

Nov 21, 2022 | 10:52 AM

વાયરલ વીડિયોમાં હીરા સોલંકી ખુલ્લી ચેતવણી આપતા જોવા મળે છે. તેમણે કહ્યું કે,  માહોલ ડહોળવા વાળાઓના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છુ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ  માહોલ ગરમાયો છે. અમરેલી જિલ્લાની રાજૂલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં હીરા સોલંકી ખુલ્લી ચેતવણી આપતા જોવા મળે છે. તેમણે કહ્યું કે,  માહોલ ડહોળવા વાળાઓના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છુ.

ભાજપના કાર્યકર્તાઓ કોઇનાથી ડરતા નથી – હીરા સોલંકી

ગુજરાત ઈલેક્શન 2022:   તો આ પહેલા  અમરેલીમાં રાજુલા બેઠક પર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીની જાહેર સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પૂર્વ વિપક્ષ નેતા કરસન કળસરીયા સહિત પાંચાળી આહીર સમાજના 3 આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. રાજુલા બેઠક પર પાંચાળી આહીર સમાજનું વર્ચસ્વ છે, ત્યારે પાંચાળી આહીર સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Published On - 10:52 am, Mon, 21 November 22

Next Video