VIDEO : શિક્ષિકાને લાફો ઝીંકવો ભાજપ કાર્યકારને ભારે પડયો,પોલીસે અટકાયત કરી બરાબરનો પાઠ ભણાવ્યો

|

Jul 24, 2022 | 10:56 AM

પોલીસે (Vadodara police) આરોપીને ઉઠકબેઠક કરાવી મહિલા પાસે માફી મગાવી હતી.આરોપી એઝાઝ મહિલા શિક્ષિકાને (Teacher) પગે પડી ગયો હતો.

વડોદરામાં (Vadodara) ભાજપના કાર્યકરને મહિલા શિક્ષિકાને લાફો મારવો ભારે પડયો છે.તમાચો મારનાર ભાજપના કાર્યકર એઝાઝની સીટી પોલીસે (CT Police) અટકાયત કરી છે.સંવેદનશીલ યાકુતપુરા નાકાના જાહેર માર્ગ પર માથાભારે શખ્સ એઝાઝે મોપેડ લઈ પસાર થતી શિક્ષિકા પર હુમલો કર્યો હતો.મહિલાને મુક્કા મારી લાફા ઝીંકયા હતા.પોલીસે (Vadodara police) આરોપીને ઉઠકબેઠક કરાવી મહિલા પાસે માફી મગાવી હતી.આરોપી એઝાઝ મહિલા શિક્ષિકાને (Teacher) પગે પડી ગયો હતો.મહિલાને પેટના ભાગે ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં (hospital) સારવાર લેવાની ફરજ પડી હતી.

આરોપી  યાકુતપુરા વિસ્તારમાં રોફ જમાવતો હતો

હાલ સીટી પોલીસે ભાજપના કાર્યકર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાઓ (BJP) સાથે ફોટા પડાવી આરોપી એઝાઝ યાકુતપુરા વિસ્તારમાં રોફ જમાવતો હતો.

ભાજપના નેતા રશ્મિકાંત વસાવા નશામાં ભૂલ્યા ભાન

બીજી બાજુ છોટાઉદેપુરના ભાજપના પ્રમુખ રશ્મિકાંત વસાવા (Rashmikant Vasava) જાહેર કાર્યક્રમમાં નશાની હાલતમાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા ઝોઝ ગામે અભિવાદન કાર્યક્રમમાં નશાની હાલતમાં જોવા મળ્યા હતા. જાહેર કાર્યક્રમમાં તેઓ લથડિયા ખાતા જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા છે. નશામાં ચિક્કાર રશ્મિકાંત વસાવાને પગથિયા ચડવા માટે પણ સહારો લેવો પડ્યો હતો. જો કે, આ સમગ્ર મુદ્દે જ્યારે ટીવીનાઈને રશ્મિકાંત વસાવા સાથે વાત કરી તો તેઓએ નશાની હાલતમાં હોવાની વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

Next Video