કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. 13 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકની ચૂંટણીનો જંગ જીતવા ભાજપ ગુજરાત મોડેલ અપનાવી રહ્યુ છે. 2022 ગુજરાતની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં પણ ગુજરાત જેવી જ સફળતા મળે તે માટે ભાજપે કર્ણાટકમાં પણ ગુજરાત મોડલ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ચૂંટણી બાદ હવે કર્ણાટક ચૂંટણીમાં પણ ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોનનો ઉપયોગ થઇ રહ્યો છે.
ગુજરાતની ચૂંટણીમાં ‘ડબલ એન્જીન સરકાર, સપના સાકાર’ સ્લોગન પણ ઉપયોગ કરાયો હતો. ત્યારે હવે ગુજરાતની જેમ કર્ણાટકમાં 5 ઝોનમાં અલગ અલગ મીડિયા સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. કર્ણાટકની ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો ઉપયોગ થશે.
પીએમ મોદી અને ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓને કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવશે. ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકરો કર્ણાટક જશે. આ કાર્યકરોને બુથ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે. પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર, આગેવાનો પ્રચાર અને તૈયારીમાં અત્યારથી જોડાઈ ગયા છે.
ગુજરાત મોડેલ ઉપર કર્ણાટકની અંદર ભાજપ કેમ્પેઇન કરી રહ્યુ છે. ગુજરાતમાં જે પ્રમાણે વડાપ્રધાન જનમેદની વચ્ચે જતા હતા. તે જ પ્રમાણેનું ફોર્મેટ કર્ણાટકની ચૂંટણીમાં પણ અપનાવવામાં આવી રહ્યુ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…