Gandhinagar : લોકસભા ચૂંટણીની ભાજપે અત્યારથી જ શરૂ કરી તૈયારી, 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની યોજાશે બેઠક

|

Dec 03, 2022 | 1:06 PM

5 ડિસેમ્બરે ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. મહત્વનું છે કે,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે.

Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે. જો કે આ પહેલા જ ભાજપે લોકસભા ચૂંટણી 2024 ની તૈયારી શરૂ કરી છે. 5 ડિસેમ્બરે ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે તેવી પણ માહિતી મળી રહી છે.

તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી ભાગ લેશે

મહત્વનું છે કે, આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી ભાગ લેશે. જેમાં આગામી લોકસભા ચૂંટણીના રોડ મેપ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. ભાજપે 144 લોકસભા બેઠકો માટે વિશેષ તૈયારીઓ કરી છે. જેના માટે કેન્દ્રિય મંત્રીઓને આ 144 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી રાષ્ટ્રીય કાર્યકારિણી પહેલાના આયોજનો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.  જો કે 5 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હોવાથી વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ વર્ચ્યુઅલી જોડાઈ એંધાણ વર્તાઈ રહ્યા છે.

Published On - 1:06 pm, Sat, 3 December 22

Next Video