ભરૂચ લોકસભા બેઠક પર કબજો જાળવી રાખવા ભાજપાએ મંથન શરૂ કર્યું, MPના નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લા ભરૂચની મુલાકાતે પહોંચ્યા, જુઓ વીડિયો
ભરૂચ : ગુજરાતની સૌથી ચર્ચિત ભરૂચ લોકસભા બેઠક પર કબજો જાળવી રાખવાં ભાજપાએ પણ મંથન શરૂ કર્યું છે. મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લા ભરૂચની મુલાકાતે પહોંચ્યા છે. મતદારોનો મિજાજ પારખવા કાર્યકરો સાથે વ્યક્તિગત અને ગ્રુપ મિટિંગ કરશે. લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે મુલાકાત કરી હતી.

એક નિવેદનમાં રાજેન્દ્ર શુકલાએ જણાવ્યું હતું કે મોદી સરકારની હેટ્રિક નિશ્ચિત છે. આજે એમપીના ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજાશે. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશભાઈ પટેલ સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.