લો બોલો ! ભાજપ કોર્પોરેટર સામે BJP મહિલા મોરચાના ઉપપ્રમુખે જ નોંધાવી ફરિયાદ, માર માર્યોનો આરોપ

|

Aug 11, 2022 | 7:54 AM

વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણા (Sanjaysinh rana) વિરૂદ્ઘ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પ્રકાશબા ગોહિલે (Prakashba gohil) ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં (Rajkot) ભાજપ કોર્પોરેટર (BJP Corporator) સામે ભાજપના જ મહિલા મોરચાના ઉપપ્રમુખે ફરિયાદ નોંધાવી છે.વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણા (Sanjaysinh rana) વિરૂદ્ઘ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પ્રકાશબા ગોહિલે (Prakashba gohil) ફરિયાદ નોંધાવી છે.ભાજપ કોર્પોરેટર સંજયસિંહ રાણા પર મહિલા સાથે ઝપાઝપી કરી હોવાનો આરોપ છે.એટલું જ નહીં સંજયસિંહ રાણાએ મહિલા સાથે અશોભનિય વર્તન કર્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.હાલ તો આજીડેમ પોલીસે (Ajidam police) કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ભાજપમાં અંતરિક વિખવાદને પગલે મામલો ગરમાયો

મળતી માહિતી મુજબ શહેરના (Rajkot city)  તીરૂપતી સોસાયટીમાં રહેતા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પ્રકાશબા ગોહિલ પર 20 જુલાઇના રાત્રિએ વોર્ડ નં.18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ રસ્તા પર ઝપાઝપી કરીને માર માર્યો હતો,જેને કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં (Rajkot civil hospital) ખસેડાયા હતા. હાલ પોલીસે કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરુદ્ધ IPC કલમ 325 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે ભાજપના કોર્પોરેટર પર ભાજપના જ મહિલા મોરચાના ઉપપ્રમુખે જ પોલીસ ફરિયાદ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

Next Video