રાજકોટનો પ્રખ્યાત ‘લોકમેળો’ આ વખતે રહેશે ખાસ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે થઈ રહી છે તડામાર તૈયારીઓ

17 ઓગસ્ટથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ (Race Course ground) ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થશે.જેને લઇ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 10, 2022 | 8:47 AM

રાજકોટમાં (Rajkot)  દર વર્ષે યોજાતો મેળો આ વર્ષે આઝાદીના અમૃત લોકમેળા (Lokmelo)  તરીકે યોજાશે.આ વખતના મેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો જાહેર કરવામાં આવ્યું છે. 17 ઓગસ્ટથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ (Race Course ground) ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થશે.જેને લઇ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ (Collector Mahesh Babu) રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે અધિકારી સાથે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું

લોકમેળામાં લાખોની જનમેદની ઉમટશે

લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે.જેથી સુરક્ષા વ્યવસ્થા (Rajkot police)  સઘન ગોઠવવામાં આવશે.લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે.ઉપરાંત સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યાં છે.જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ (Police Control room) અને વહીવટી તંત્ર કરાશે.એટલું જ નહીં અલગ અલગ 22 કમિટીઓ (Committee) મેળામાં કામગીરી સંભાળશે.જેમાં ફૂડ, આરોગ્ય, ટેકનિકલ અને વીજળી વિભાગ સહિતની ટીમો કાર્યરત રહેશે.લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati