Gujarat Election 2022 : કાલોલ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ વિવાદમાં, બોગસ મતદાન કરવાનું કહેતો વીડિયો વાયરલ

|

Dec 03, 2022 | 12:41 PM

Gujarat assembly election 2022: પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાયા છે. ભાજપના ઉમેદવાર ખુલ્લેઆમ લોકોને બોગસ મતદાન કરવાની વાત કરી રહ્યાં છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : પ્રથમ તબક્કાના પ્રચાર પૂર્ણ થતા હવે બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ તેજ થયો છે. બીજી તરફ રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે આ દરમિયાન ભાજપના એક ઉમેદવાર એક વાયરલ વીડિયોને લઇને વિવાદમાં ફસાયા છે. પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાયા છે. ભાજપના ઉમેદવાર ખુલ્લેઆમ લોકોને બોગસ મતદાન કરવાની વાત કરી રહ્યાં છે..લોકોને બોગસ મતદાન કરવા અપલી કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

બુથની અંદર બોગસ વોટ કરો: ફતેસિંહ ચૌહાણ

વીડિયોમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક જાહેર સભા સંબોધતા મતદારોને ખુલ્લેઆમ કહી રહ્યાં હતા કે, બુથની અંદર બોગસ કરો, કે જે કરો તે, તમારા કેટલા વોટ છે, તે 3000 વોટ પાડી જ દેવાના છે, પરિણામ નક્કી જ છે. જો કે વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે આ રીતે કહેવુ કેટલુ યોગ્ય? જો કે આ વાયરલ વીડિયોની ટીવી નાઇન કોઇ પુષ્ટી કરતું નથી.

મહત્વનું છે કે કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવાર ફતેસિંહે ચૌહાણને ટિકિટ આપી છે. તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છ. તેમની જંગમ મિલકત 8 લાખ છે. જ્યારે કોંગ્રેસે પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની શૈક્ષણિક લાયકાત 11 પાસ છે. તેમની પાસે 6,50,000 લાખની જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ દિનેશ બારિયાને ટિકિટ આપી છે. તેમણે બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 500000ની જંગમ મિલકત છે.

(નોંધ- સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની TV9 ગુજરાતી કોઇ પુષ્ટિ કરતુ નથી)

Next Video