ઈલેક્શન મોડમાં ભાજપ, 5 રાજ્યોમાંથી ભાજપના કાર્યકરો ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા, દરેકને ઝોન વાઈઝ સોંપાઈ જવાબદારી

|

Sep 06, 2022 | 10:01 PM

Gujarat Election: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગઈ છે અને પ્રચારની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પાંચ રાજ્યોમાંથી ભાજપના કાર્યકરો પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી પહોંચ્યા છે. તેમને ઝોન વાઈઝ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે (BJP) તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાંચ રાજ્યોના કાર્યકર્તાઓ પ્રચાર (Campaign) માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરો બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવ્યા છે. આ કાર્યકર્તાઓને ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના ભાજપના કાર્યકર્તાઓને સોંપાઈ છે, જ્યારે બિહાર ભાજપના કાર્યકરોને સૌરાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારની કામગીરી સોંપવામાં આવી છે. આ કાર્યકરો બે દિવસ દરમિયાન પ્રચારની રણનીતિ ઘડશે.  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ પણ હવે સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયુ છે. ભાજપે આ વખતે પ્રચાર માટે અન્ય રાજ્યોમાંથી પણ કાર્યકરો બોલાવ્યા છે.

પાંચ રાજ્યોના કાર્યકરો પ્રચાર માટે આવ્યા ગુજરાત

દરેક ચૂંટણીમાં ભાજપ હંમેશા કંઈક નવીન કરવા માટે જાણીતી છે. જેમાં થીમબેઝ પ્રચાર સોંગ્સ હોય છે. ઈલેક્શન રથ હોય છે. થ્રીડી પ્રચાર હોય છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર ભાજપે અન્ય રાજ્યોમાંથી પણ કાર્યકરોને બોલાવી પ્રચારની  જવાબદારી સોંપી છે. જેમાં પાંચ રાજ્યોના કાર્યકરો તો ગુજરાત પહોંચી પણ ગયા છે. આ કાર્યકરો તેમને સોંપાયેલી જવાબદારી મુજબ જે તે ઝોનમાં પ્રચારની રણનીતિ ઘડશે. છેલ્લા ઘણા સમયથી ભાજપે પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દરેક જિલ્લામાં જઈને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દ્વારા કાર્યકરો સાથે સંવાદ કરે છે. જેમાં ચૂંટણી પ્રચારની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવે છે. પ્રચારમાં ક્યાં ક્યાં મુદ્દાઓને મહત્વ આપવુ તે અંગે પણ પાટિલ કાર્યકરોનું માર્ગદર્શન કરે છે.

Next Video