Gandhinagar: PM મોદી ગુજરાત ભાજપના કાર્યકરોને કરશે સંબોધન, ચૂંટણીની રણનીતિની કરશે શરૂઆત

|

Jan 25, 2022 | 11:05 AM

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની આગેવાની સાથે 150થી વધુ બેઠક મેળવવાનો લક્ષ્ય બનાવી લીધો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) નજીક આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે પ્રદેશના પેજ પ્રમુખો સાથે વર્ચ્યુઅલ સંબોધન કરશે. PM નમો એપના માધ્યમથી ગુજરાત પ્રદેશ ભાજપના પેજ પ્રમુખો (Page Presidents)ને વર્ચ્યુઅલી સંબોધન કરીને ચૂંટણીની રણનીતિની શરૂઆત કરશે. આ સાથે ગુજરાતમાં 2022ની ચૂંટણી અંગેની કામગીરીનો ચિતાર મેળવીને કાર્યકરોને ચૂંટણીની રણનીતિ વિશે વાત કરશે.

ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જ્યાં પેજ સમિતિની રણનીતિ અપનાવવામાં આવી છે. ભાજપ ચૂંટણી રણનીતિ માટે દેશમાં પેજ પ્રમુખ ફોર્મ્યુલા આધારે ચૂંટણી રણનીતિ ઘડે છે. હાલ રાજ્યમાં 57 લાખ પેજ સમિતિમાંથી 32 લાખ ડેટા એન્ટ્રી પૂર્ણ થઈ છે. આજે PM 6 લાખથી વધુ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાની સાથે 150થી વધુ બેઠક મેળવવાનો લક્ષ્ય બનાવી લીધો છે. 2017ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને આધાર બનાવીને ભાજપ 2022ના 150 પ્લસના લક્ષ્યને કેવી રીતે હાંસલ કરાશે તેની રણનીતિ બનાવી રહ્યુ છે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવા માટે ભાજપ ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોના આધારે ભાજપના માઈનસ બૂથનું માઈક્રોપ્લાનિંગ, નરેન્દ્ર મોદીનો ચહેરો અને ચૂંટણી જીતી શકે તેવા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપવો, જેવી વ્યૂહરચના સાથે પાટીલ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- કોરોના સંક્રમિત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની તબીયત લથડી, હાલ સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

આ પણ વાંચો- માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું

Next Video