Gujarat Election: અમદાવાદ જિલ્લા ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા, વિરમગામમાં હાર્દિક પટેલ સહિત ચાર કરશે દાવેદારી

Gujarat Election: અમદાવાદ જિલ્લા ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા, વિરમગામમાં હાર્દિક પટેલ સહિત ચાર કરશે દાવેદારી

| Edited By: | Updated on: Oct 28, 2022 | 3:54 PM

આજે અમદાવાદમાં (Ahmedabad) મણિનગર, અમરાઈવાડી, ખાડિયા, જમાલપુર-ખાડિયા, એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કર બાપા નગર તથા નિકોલ વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ગઈ કાલે વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, અસારવા, નરોડા દરીયાપુર દાણીલીમડા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે પ્રથમ તબક્કાની બેઠકો માટે મોડી રાત્રી સુધી સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આજે બીજા તબક્કા માટે મહાનગર પાલિકા સહિત બાકીની બેઠકો પર સેન્સ લેવાશે. અમદાવાદની બાકીની 8 બેઠકો માટે સેન્સ હાથ ધરાશે. તો રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ નિરીક્ષકો ટિકિટ વાચ્છુંક ઉમેદવારોની સેન્સ લેશે. અમુક બેઠકો પર એક તો અમુક બેઠકો પર અનેક ઉમેદવારો દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે ભાજપ માટે ટિકિટની વહેંચણી કરવી આ વખતે વધુ રસાકસી ભરી રહેશે..

અમદાવાદમાં સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ

આજે મણિનગર, અમરાઈવાડી, ખાડિયા, જમાલપુર-ખાડિયા, એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કર બાપા નગર તથા નિકોલ વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ગઈ કાલે વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, અસારવા, નરોડા દરીયાપુર દાણીલીમડા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. અમદાવાદમાં વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવાશે. વિરમગામમાં પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, તેજશ્રી પટેલ દાવેદારી કરી શકે છે. હાર્દિક પટેલ પણ દાવેદારી કરી શકે છે. વરુણ પટેલ પણ દાવેદારી કરી શકે છે. ગઈ કાલે અમદાવાદ જિલ્લાની દસક્રોઈ, ધોળકા અને ધંધુકા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા થઈ પૂર્ણ થઇ છે.

ઘાટલોડિયા બેઠક પરથી સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામને મંજૂરી

તારીખ 27 ઓક્ટોબર 2022થી  ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિય  શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં વિવિધ બેઠકો પર સેન્સ લેવામાં આવી હતી. અમદાવાદ શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠકોમાં ઘાટલોડિયા, સાબરમતી અને વેજલપુર બેઠકો ભાજપનો ગઢ ગણાય છે. જેમાં ઘાટલોડિયા બેઠક પર સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામનો જ પ્રસ્તાવ રજૂ થયો હતો. જ્યારે સાબરમતી બેઠક પર 10થી વધુ દાવેદારોએ ટિકિટની માગ કરી  હતી

Published on: Oct 28, 2022 09:59 AM