ભાજપે 2022ની ચૂંટણી માટે તૈયારીઓ કરી શરુ, કોર કમિટી અને પાર્લામેન્ટરી બોર્ડના નામોની જાહેરાત કરી

| Edited By: | Updated on: Jan 21, 2022 | 1:54 PM

વર્તમાનના પાર્લામેન્ટરી બોર્ડમાં મહદઅંશે ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સાથે જ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપે ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections 2022)  જીતવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગઈકાલે 579 કેન્દ્રો પર પોતાના કાર્યકરોને માર્ગદર્શન આપ્યા બાદ આજે ભાજપે કોર કમિટી  (Core Committee) અને પાર્લામેન્ટરી બોર્ડ (Parliamentary Board)ના નામોની જાહેરાત કરી છે.

વર્તમાનના પાર્લામેન્ટરી બોર્ડમાં મહદઅંશે ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સાથે જ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડો. જ્યોતિ પંડ્યાના સ્થાને તેમને પાર્લામેન્ટરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. રત્નાકરજીનો ભીખુ દલસાણીયાના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે. આ બોર્ડમાં પુરષોત્તમ રૂપાલા, વિજય રૂપાણી, નીતિન પટેલ, રાજેશ ચુડાસમા, અને કાનાજી ઠાકોર આ લોકો પાર્લામેન્ટરી બોર્ડના જુના સભ્યો છે.

પાર્લામેન્ટ્રી બોર્ડની શું હોય છે ભૂમિકા

જ્યારે જ્યારે ચૂંટણી યોજાવાની હોય છે તે વર્ષોમાં પાર્લામેન્ટરી બોર્ડની ભૂમિકા મહત્વની રહે છે. વિધાનસભાની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી કે લોકસભાની ચૂંટણી હોય તેમાં ઉમેદવારોના નામની ચયન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા પાર્લામેન્ટ્રી બોર્ડની રહેતી હોય છે.

કોર કમિટીમાં ધરખમ ફેરફાર

બીજી તરફ કોર કમિટીમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. કોર કમિટી જીતુ વાઘાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે ચાર મંત્રીઓ રજની પટેલ, ભાર્ગવ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડાને પણ સામેલ કરવામાં આવ્યા છે. કમિટીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગૃહ પ્રધાન રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ગણપત વસાવા,રંજન પટેલ અને શંકર ચૌધરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકાર અને સંગઠનના આગામી કાર્યક્રમો તેની સાથે આગામી દિવસમાં આવનારી નવી યોજનાઓ આ તમામ મુદ્દાઓનું મંથન કોર કમિટીની બેઠકમાં થતુ હોય છે. બાદમાં તેની સત્તાવાર જાહેરાત સરકાર કરે છે.

આ પણ વાંચો- Dubai Textile Expo: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુબઈ ખાતે ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય ટેક્સ્ટાઈલ એક્ઝિબિશનનું આયોજન

આ પણ વાંચો- ખોડલધામ રાજકોટથી 20 કિમી દૂર શિક્ષણ-આરોગ્યનું ભવ્ય ધામ બનાવશે, નરેશ પટેલની જાહેરાત