Biparjoy Cyclone: વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં, રૂપેણ બંદર નજીક રહેતા 2500 લોકોનું કરાયુ સ્થળાંતર, જુઓ VIDEO

|

Jun 12, 2023 | 7:33 PM

Dwarka: બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે. રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. દ્વારકાના રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને બસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાની તીવ્રતાને જોતા કોઈ જાનહાનિ ન થાય તે માટેના તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. લોકોને દરિયા કાંઠે ન જવા પણ સૂચિત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠે સાઈનબોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે જેમા લોકોને કાંઠા વિસ્તાર તરફ ન આવવા માટે અપીલ કરાઈ છે.

  • રૂપણે બંદરેથી 2500 લોકોનું સ્થળાંતર
  • પોરબંદરમાં 900 લોકોનું સ્થળાંતર,
  • કચ્છના 72 ગામોના 9000 લોકોનું કરાશે સ્થળાંતર

આ તરફ પોરબંદરમાં પણ કાંઠા વિસ્તારના 800થી 900 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.  જ્યારે કચ્છના 72 ગામોના 9000 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવશે.

સાગરકાંઠા વિસ્તારોમાં 16 જૂન સુધી 144 કલમ  લગાવાઈ

સાગર કાંઠા વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. સમુદ્રમાંથી ઉઠતા મોજાના દૃશ્યો ટીવી સ્ક્રીન પર જેટલા નયનરમ્ય લાગે છે જમીન પર એ એટલા જ વિનાશક સાબિત થતા હોય છે. આ સાથે દરિયામાં ભરતી ઉઠવાથી મોજાનો ઘુઘવતો અવાજ પણ વાવાઝોડાનો તાગ મેળવવા માટે પુરતો છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy Breaking: વાવાઝોડાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 137 ટ્રેન પૈકી 90 ટ્રેન રદ રહેશે

15 જૂન સુધી કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની આશંકા

અરબ સાગરમાં આ વર્ષે ઉઠેલુ પ્રથમ વાવાઝોડુ બિપરજોય અત્યંત વિનાશક તોફાનમાં પરિવર્તિત થઈ ગયુ છે. 15 જૂન સુધી ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવાની આશંકા છે. આ દરમિયાન 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જારી કર્યુ છે.

Input Credit- Manish Joshi- Dwarka

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 7:13 pm, Mon, 12 June 23

Next Video