Gujarat Election 2022 : કુંવરજી બાવળિયાને હરાવવા ભાજપ નેતા જ મેદાને ! વાયરલ ઓડિયો ક્લિપથી રાજકારણ ગરમાયું

|

Dec 06, 2022 | 4:10 PM

આ ઓડિયો ક્લિપ ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની હોવાની ચર્ચા છે. ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા નેતૃત્વ કુંવરજી બાવળિયા હારે તેવું ઈચ્છતું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપથી જસદણનું રાજકારણ ગરમાયું છે. કુંવરજી બાવળિયાને હરાવવા ભાજપના જ એક નેતાની મોટી ભૂમિકા હોવાનું ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. આ ઓડિયો ક્લિપ ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની હોવાની ચર્ચા છે. ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા નેતૃત્વ કુંવરજી બાવળિયા હારે તેવું ઈચ્છતું હતું. જો કે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ TV9 નથી કરતું.

ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કર્યું: કુંવરજી બાવળિયા

આ તરફ કુંવરજી બાવળિયાએ ભાજપના જ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગજેન્દ્ર રામાણી પર આક્ષેપ લગાવતા કહ્યું, ચૂંટણીમાં ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કર્યું છે. ગજેન્દ્ર રામાણીની ટોળકી જય ભોલેનાથે સાંકેતિક ભાષામાં મારા વિરોધમાં કામ કર્યું છે અને કોંગ્રેસને મદદ કરી છે. અગાઉ પણ મારા વિરુદ્ધ કામ કરતા મેં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. હવે ઓડિયો ક્લિપ અંગે હું ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરીશ.

Next Video