થિયેટર અને મલ્ટિપ્લેક્સ માલિકો ચિંતામાં, રાત્રિ કરફ્યૂને કારણે રાત્રી શો રદ થતાં મોટુ નુકસાન

| Edited By: | Updated on: Jan 09, 2022 | 8:00 AM

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે થિયેટર અને મલ્ટિપ્લેક્સને બેઠક ક્ષમતાના 50% સાથે ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે. સાથે જ માસ્ક અને સેનિટાઈઝેશન જેવા નિયમોનો કડક અમલ કરવા વિશે કહેવામાં આવ્યુ છે.

ગુજરાત (Gujarat)માં કોરોનાના કેસો (Corona cases)નો રાફડો ફાટી નીકળતા રાજ્ય સરકારે નિયંત્રણો લગાવવાનું શરુ કરી દીધુ છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂના અમલ કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે. રાત્રી કર્ફ્યૂના કારણે થિયેટર અને મલ્ટિપ્લેક્સ (Theaters and multiplexes) પણ બંધ રહેશે. જેના કારણે મોટુ નુકસાન જવાની ચિંતા થિયેટરના માલિકોએ વ્યક્ત કરી છે.

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈનના કારણે થિયેટર અને મલ્ટિપ્લેક્સને મોટો ઝટકો લાગ્યો છે. રાત્રે 10 વાગ્યા બાદ રાત્રી કર્ફ્યૂ લાગૂ થતાં રાત્રી શૉ રદ કરવાનો વારો આવ્યો છે. જો કે થિયેટર એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું કે નુકસાન થશે, પરંતુ લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી જરૂરી છે.

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે થિયેટર અને મલ્ટિપ્લેક્સને બેઠક ક્ષમતાના 50% સાથે ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે. સાથે જ માસ્ક અને સેનિટાઈઝેશન જેવા નિયમોનો કડક અમલ કરવા વિશે કહેવામાં આવ્યુ છે. જો કે બીજી લહેરમાં ઘણા સમય સુધી થિયેટર બંધ રહેતા થિયેટર્સના માલિકોને મોટુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. હવે ફરીથી રાજ્ય સરકાર દ્વારા આંશિક નિયંત્રણો લદાતા ફરી નુકસાન જવાની થિયેટર્સ માલિકોમાં ચિંતા છે.

મહત્વનું એ છે કોરોનાના કેસો વધવાના કારણે નવી ફિલ્મો પોસ્ટપોન થઈ છે. હાલમાં ચાલી રહેલી 83, પુષ્પા, સ્પાઇડર મેન ફિલ્મના શોમાં SOP મુજબ કામગીરી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્ય પ્રધાન કેમિકલ ગેસ લીકમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યા, ગંભીરતા પૂર્વક તપાસની ખાતરી આપી

આ પણ વાંચોઃ Kutch: કોરોના સામે લડવા કચ્છનું તંત્ર સજ્જ, પ્રભારી સચિવે કરી તૈયારીઓની સમીક્ષા