Vadodara: શિક્ષક પરિવાર ગુમ થયાના મુદ્દે મળ્યા સંકેત, શિક્ષકના ઘરમાંથી 4 પાનાની આપવીતી લખેલી નોટ મળી

|

Sep 27, 2022 | 5:24 PM

વડોદરાના (Vadodara) શિક્ષક પરિવાર ગુમ થવાના કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન જોશી પરિવારના ઘરમાંથી પોલીસને 11 પાનાની લખાણ વાળી નોટ અને 4 મોબાઈલ ફોન મળી આવ્યા છે.

વડોદરા (Vadodara) શહેરની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઈકોનમાં રહેતો એક શિક્ષક પરિવાર (Teacher Family) અચાનક જ ગુમ થઈ જવાની ઘટના બની છે. 20 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘરેથી નીકળેલો પરિવાર સોસાયટીના CCTVમાં પણ કેદ થયો છે. જો કે તે પછી પરિવાર ક્યા ગયો તેની કોઈ જાણકારી નથી. શિક્ષક પરિવાર ગુમ થવા અંગે શિક્ષક રાહુલ જોશીના ભાઈએ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઈ છે.

જોશી પરિવારે સામુહિક આપઘાત કર્યા હોવાની લોકચર્ચા

વડોદરાના શિક્ષક પરિવાર ગુમ થવાના કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન જોશી પરિવારના ઘરમાંથી પોલીસને 11 પાનાની લખાણ વાળી નોટ અને 4 મોબાઈલ ફોન મળી આવ્યા છે. 4 લોકો પરિવારના મોતના જવાબદાર હોવાનો નોટમાં ઉલ્લેખ કરાયો છે, જેથી જોશી પરિવારે સામુહિક આપઘાત કર્યા હોવાની લોકચર્ચા પણ ફેલાઈ છે.

હાલ પોલીસે નોટ આધારે જવાબદાર ઈસમોને ઝડપવા તપાસ હાથધરી છે. ચિઠ્ઠીના કેટલાક શબ્દો પરથી શકમંદોનું સુરત કનેક્શન પણ નિકળ્યું છે. રાહુલ ભુવા નામના વ્યક્તિએ નોકરીની વાત કરી હોવાની ચર્ચા છે. રાહુલ ભુવાના માતા સુરતમાં કોર્પોરેટર હોવાથી શિક્ષકના દીકરાને સુરત મનપામાં નોકરી અપાવવાની વાત કરી હોવાનો ઉલ્લેખ છે તો અન્ય તરફ પોલીસ 5 ટીમો બનાવી ગુમ થયેલા પરિવારની શોધખોળ હાથધરી છે. પ્રાથમિક ધોરણે નાણાકીય સંકડામણને લીધે પગલુ ભર્યુ હોવાની આશંકા છે.

લિફ્ટમાંથી નીકળતો પરિવાર CCTVમાં કેદ

મહત્વનું છે કે, શિક્ષક રાહુલ જોશી, તેની પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરી સાથે 20 સપ્ટેમ્બરથી ગુમ થયા છે, જેની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઘરેથી લિફ્ટમાં નીકળતો પરિવાર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી વડોદરાની સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. લાંબા સમયથી પરિવારનો સંપર્ક ન થતા ડભોઈમાં રહેતા રાજેશ જોશીએ પોતાના ભાઈનો પરિવાર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શિક્ષકે મકાનની 29 લાખની લોન હોટલ સંચાલક નિરવના નામે લીધી હતી. જેથી, પોલીસે આ મામલે હોટલ સંચાલકની પૂછપરછ શરૂ કરી છે.

Next Video