Navsari Video : વાંસદા પોલીસને મળી મોટી સફળતા, સુરતના હેડ કોન્સ્ટેબલ પાસેથી 15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે સરકારી પિસ્તોલ મળી

|

Oct 01, 2023 | 9:06 AM

નવસારીના વાંસદા પોલીસને મોટી સફળતા મળી છે. વાંસદા પોલીસે હેડ કોન્સ્ટેબલને 15 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો. સુરતના હેડ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સોને ઝડપી પાડયા છે. હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે પાસેથી સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી.મહત્વનું છે કે પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

Navsari : નવસારીની વાંસદા પોલીસને મોટી સફળતા મળી છે. વાંસદા પોલીસે હેડ કોન્સ્ટેબલને 15 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો. સુરતના હેડ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સોને ઝડપી પાડયા છે. હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે પાસેથી સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી.

આ પણ વાંચો : Navratri special : 9 દિવસ સુધી નવ દેવીઓને આ પ્રસાદનો ભોગ ચઢાવો અને આશીર્વાદ મેળવો

મહત્વનું છે કે પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે કારમાંથી 15 લાખ રૂપિયાની બનાવટી નોટ મળી આવી હતી. આ મુદ્દે કોઈ યોગ્ય ઉત્તર ન આપી શકતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. હાલ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ નવસારી SOGને સોંપવામાં આવી છે.

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video