ભાવનગરના બોર તળાવના પાળા પરથી છલાંગ લગાવવાના જોખમી સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. યુવાનો દ્વારા રિલ્સ બનાવવાની ઘેલછામાં આ પ્રકારે જોખમી સ્ટંટ વારંવાર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રિલ્સ વાયરલ થવા બાદ હવે મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 50 ફુટ ઉંચા પાળા પરથી પાણીમાં જોખમી છલાંગ લગાવવાનો વીડિયો વાયરલ થતા હવે તંત્રએ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે.
ભાવનગર મનપા કમિશ્નરે Tv9 સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, આસપાસના રહેણાંક વિસ્તારના યુવાનો અહીં આવતા હોય છે અને આવા જોખમી સ્ટંટ સમાન છલાંગ લગાવતા હોય છે. આ માટે હવે સૂચના કરવામાં આવી છે કે, બોર તળાવના ગેટની સીડીનો માર્ગ બંધ કરીને દરવાજા પર તાળુ મારવામા આવે અને સિક્યૂરિટી દ્વારા સાવચેતી સાથે દેખરેખ રાખવામાં આવશે. જરુરિયાત મુજબ મનપા દ્વારા પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે એમ કમિશ્નરે બતાવ્યુ હતુ.
Published On - 5:41 pm, Tue, 8 August 23