AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: મહુવામાં ગટરના પ્રશ્નોને લઇને મહિલાઓ આક્રમક, નગરપાલિકા કચેરીએ જઈ મચાવ્યો હોબાળો

Bhavnagar: મહુવામાં ગટરના પ્રશ્નોને લઇને મહિલાઓ આક્રમક, નગરપાલિકા કચેરીએ જઈ મચાવ્યો હોબાળો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 8:51 PM
Share

ભાવનગરના મહુવામાં ગટરના પ્રશ્નોને લઇને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. આ વાત છે જનતા પ્લોટ વિસ્તારની કે જ્યાં ડ્રેનેજનું પાણી લોકોના ઘરમાં ઘુસી જતા રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે.

Bhavnagar: ભાવનગરના મહુવામાં ગટરના પ્રશ્નોને (poor drainage system) લઇને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. આ વાત છે જનતા પ્લોટ વિસ્તારની કે જ્યાં ડ્રેનેજનું પાણી લોકોના ઘરમાં ઘુસી જતા રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે. રસ્તા પર પણ ગટરના પાણી ફરી વળતા રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે. જ્યાં છેલ્લા એક મહિનાથી સ્થાનિકો આ સમસ્યા વેઠી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા 50 મહિલાઓએ જનતા પ્લોટથી લઇ નગરપાલિકા સુધી રેલી યોજી હતી. અને નગરપાલિકાનો ઘેરાવ કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી હતી. મહિલાઓના ઉગ્ર દેખાવોને પગલે ભાવનગર પાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા હતા. તેમજ સફાઇકર્મીઓના અટકેલા પગારને લીધે કામગીરી ન થઇ રહી હોવાનું કારણ આપ્યું હતું.

 

કચેરીમાં લાલીયાવાડીથી અરજદારોને હાલાકી! 

ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) ખાતે તાલુકા સેવા સદન કચેરીમાં તંત્રના અંધેર વહીવટના કારણે અરજદારો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આવક, જાતિના દાખલા કે રેશનકાર્ડ માટે આવેલા અરજદારોને કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડે છે. તાલુકા પંચાયત કચેરીમાં સેંકડો અરજદારો આવે છે. તેમ છતા માત્ર એક બારી પર જ દાખલાઓ કાઢી આપવામાં આવે છે. અરજદારોએ રોષપૂર્વક રજૂઆત કરતા બે બારીઓ પર કામ શરૂ થયું છે. છતા પણ બે બારીઓમાં પણ મંદ ગતીએ કામ ચાલતું હોવાથી અરજદારો લાંબી કતારમાં ઉભવા મજબુર છે.

g clip-path="url(#clip0_868_265)">