ગીરના ડાલામથ્થા હવે ભાવનગર સુધી પહોંચી રહ્યા છે. ભાવનગર શહેરથી માત્ર 30 કિલોમીટર દૂર સિંહના આટાંફેરાનો વીડિયો સામે આવ્યા છે. બાંભણિયા ગામ નજીક શિકારની શોધમાં બે સિંહો આવી ચડ્યા હતા. ડુંગર વિસ્તારમાં આ બંને સિંહોના આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. શિકારની શોધમાં સિંહો રસ્તા પર આવી જતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો: ભાવનગરમાં રખડતા ઢોરે અડફેટે લેતા આધેડનું મોત, પાલિકાની લચર કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
સિંહો બાંભણિયા સુધી આવી ચડતા લોકોમાં પોતાના માલઢોરને લઈને ભય ફેલાયો છે. સિંહોના આંટાફેરાનો વીડિયો વાયરલ થતા વનવિભાગને જાણ કરવામાં આવી છે. શિકારની શોધમાં સિંહો હવે રહેણાંક વિસ્તારો સુધી આવી ચડે છે. હજુ થોડા દિવસ પહેલા જ અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોએ પશુનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી. ત્યારે આ વિસ્તારમાં સિંહો દેખાતા માલધારીઓમાં ભય ફેલાયો છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો